
તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ બપોર ના ૦૩:૧૧ ના સમયે કડાણા તાલુકાના સંઘરી ગામના ટીમ્બા ફળીયા માં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા તેમના પરિવારજનોએ ૧૦૮ ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. ૧૦૮ ઈમરજન્સી સેવા કડાણા શરિં ની ટીમે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચીને સગર્ભાની તપાસ કરતા અને રિપોર્ટ અને ફાઈલ જોતા માતાના ગર્ભમાં બે બાળક છે, તે જાણ થતા અને બેનને પ્રસુતિનો દુ:ખાવો અતિશય વધારે હતો અને પરિસ્થિતિને પારખીને ઘટના સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રસુતિ સમયે બંને બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલ હોવાથી ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયન કમલેશ પટેલીયા અને પાયલોટ ચંદ્રવીરસિંહ એ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પર બેઠેલા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટ્રલ ફિઝિશિયન ડોક્ટર ચિની ઓન કોલ સલાહ પ્રમાણે અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થાએ આપેલ ટ્રેનિંગનો ઉપયોગ કરી સગર્ભાની સુરક્ષિત અને સફળ પ્રસુતિ કરાવી. માતાએ સ્વસ્થ બંને નવજાત પૂત્રીનો જન્મ આપ્યો હતો.
ત્યારબાદ માતા અને બંને બાળકીને ગવર્મેન્ટ કોટેઝ હોસ્પિટલ લુણાવાડા ખાતે દાખલ કરવામાં આવેલ હતા. ૧૦૮ ઈમરજન્સી સેવાની સમયસૂચકતાને કારણે બે નવજાત શિશુ અને માતાનો જીવ બચ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા ઊખઝ કમલેશ પટેલીયા અને ઙઈંકઘઝ ચંદ્રવીરસિંહ સિસોદિયાને તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો.
ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકર કરતી કડાણા શરિં ૧૦૮ ની ટીમને સો સો સલામ