સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આદિવાસી પરિવાર હજુ પણ ૭૦% ડોળાના તેલનું ઉપયોગ કરે છે

ડોળાનું તેલ એટલે આરોગ્ય માટે સૌથી વધારે ફાયદા કારક સંતરામપુર તાલુકાના આજુબાજુના મોટાભાગના ગામડાઓમાં વર્ષો જૂન મહુડાઓ ઉછરેલા હોય છે. બાપદાદા વખતના વર્ષો જૂના મહુડાવા અત્યારે પણ ગ્રામ્ય વિસ્તારના પરિવાર માટે સૌથી વધારે ઉપયોગી બન્યું છે, તેના સમય મુજબ મહુડા માંથી ડોળાઓ નીકળે છે જેનું તેલ કાઢવા માટે સંતરામપુરમાં ઘણા ઉપર લઈ જાય છે અને તેનું તેલ કાઢવામાં આવે છે. ૨૦ કિલો ડોળાની પાછળ પાંચ કિલો તેલ નીકળતું હોય છે અને તેના ગામડામાં લોકો ઉપયોગ કરે છે. આ જ રીતે સંતરામપુર તાલુકાના ગોઠીબ પાદેડી શણબાર કોસંબા અને કડાણા તાલુકા ન ડીટવાસ અને આજુબાજુના ગામાના મોટાભાગના ખેડૂતો આ ડોળાનું તેલ કાઢવા માટે આવતા હોય છે. સંતરામપુરમાં અલગ જગ્યાએ ઘણા આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં ડોલન તેલ કાઢવા માટે ભીડ પણ જોવા મળતી હોય છે.

આ ફળ ઉપરથી સંપૂર્ણ છાલ કાઢી લેવામાં આવે છે ત્યારબાદ તેને ફોડી નાખીને અંદરના ભાગમાંથી ડોળા કાઢવામાં આવે છે અને એક અઠવાડિયા સુધી તેને સુકવવામાં આવે છે આ રીતે તેની પ્રક્રિયા હોય છે

અમારા બાપદાદા વખતના અમે આજ તેલનો ઉપયોગ કરીએ છીએ આ તેલ નો ઉપયોગ કરવાથી પગના સાંધાઓ શરીરમાં કોઈપણ પ્રકારનો રોગ થતો નથી સીધું મહુડાના વૃક્ષમાંથી ફળ કાઢીને ડોળા નું તેલ અમારી આંખોની નજરે તેલ કાઢવામાં આવતું હોય છે અને સૌથી વધારે આરોગ્ય માટે સૌથી શ્રેષ્ઠ રહે છે

સંતરામપુર તાલુકામાં ગામડે ગામડેથી ડોડાનું તેલ કઢાવવા માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી આવેલી હતી. સમયનો પરિવર્તનથી હજુ પણ માણસોમાં આરોગ્ય માટે તેલનો આ જ ઉપયોગ કરતા હોય છે. દિવસ રાજ ડોળા પીળવા માટે તેલ કાઢવા માટે સંતરામપુર નગરમાં ઘણા ચાલુ રહેતા હોય છે.