રામાનંદ પાર્ક દાહોદ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી

ગુરૂ પૂર્ણીમા ના પાવન પર્વ નિમિત્તે દાહોદ જિલ્લામાં ગુરુપુજન.ગુરુ વંદના જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ દાહોદ ના મહત મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજશ્રીના સાનિધ્ય માં દાહોદ માં આવેલ આસ્થા ના કેન્દ્ર સમાન રામાનંદ પાર્ક પરિસરમાં ગુરુપુજન. તથા પાદુકા પુજન નો કાર્ય ક્રમ રાખવામાં આવ્યો હતો આ અવસરે સામાજિક આગેવાનો.

તથા દાહોદ પંચમહાલ જિલ્લા ના હરિભકતો શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂર્ણિમા ના દિવસ નિમિત્તે ગુરુ પુજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી શ્રી જગદીશદાસજી મહારાજશ્રી એ ગુરુ પૂર્ણિમા ના પર્વ નું મહત્વ સમજાવી ઉપસ્થિત સૌને આશિર્વાદ આપ્યાહતા અને સૌએ ભોજન પ્રસાદી લઈ ભાવવિભોર બની આનંદ લીધો હતો. આ પ્રસંગે રામાનંદ પાર્ક પરિવાર ના સેવાભાવી સભ્યો તથા મહિલા મંડળ ની બહેનો એ સેવા આપી હતી.