
બગદાણા ગામમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે રાજ્ય સરકારે વિશેષ તપાસ માટે એસઆઇટી રચવાની જાહેરાત કરી છે. આઇપીએસ જયવીર ગઢવીની અયક્ષતામાં તપાસ કરાશે અને પાંચ અધિકારીઓની ટીમનો સમાવેશ રહેશે.
આ નિર્ણય કોળી સમાજના આગેવાનો સાથે યોજાયેલી બેઠક બાદ લેવાયો છે. સમાજના નેતાઓએ રાજ્ય સરકારને હુમલાખોરોને ઝડપી અને યોગ્ય ન્યાય આપવામાં જલ્દી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.એસઆઇટી દ્વારા હાથ ધરવામાં આવનારી તપાસમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાની સંપૂર્ણ વિગતો એકઠી કરવામાં આવશે અને શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી સુનિશ્ર્ચિત કરવામાં આવશે. આ તપાસથી બગદાણા મામલામાં સ્પષ્ટતા આવશે.