પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો છાત્રાલયમાં પ્રવેશ મેળવવા જીલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી ખાતે અરજી કરી શકશે

મહીસાગર જીલ્લામાં વસવાટ કરતાં પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરત ખાતે આવેલ શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે જીલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી હસ્તકના ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવેલ છે.

આ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓના માતા-પિતાએ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુન:વસવાટ કચેરી, ગૌરવ સેનાની ભવન, અભિનંદન રેસિડેન્સીની પાછળ,સરથાણા, સુરતનો ‚બ‚ સંપર્ક કરી પ્રવેશ મેળવવા અંગેનું ફોર્મ મેળવી ને સત્વરે જમા કરવા તેમજ વધુ વિગત માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સુરત પોતાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.