શહેરા તાલુકાના ભુણીદ્રા ગામે રહેતા ૩૦ વર્ષીય મહિલા પોતાના ખેતરના છેડા ઉપરથી વાંસનું ઝાડ કાપવા માટે ગયેલ અને વાંસનું ઝાડ કાપેલ જે થ્રી ફેસ લાઈનના વાયર સાથે અડકી જતાં કરંટ લાગવાથી મોત નિપજાવા પામ્યું હતું.
શહેરા તાલુકાના ભુણીદ્રા ગામે રહેતા રાજેશભાઈ ભેમાભાઈ બામણીયાની પત્ની સવિતાબેન ઉ.વ.૩૦ જે પોતાના ખેતરમાં વાંસનું ઝાડ કાપવા માટે ગયેલ હતા. વાંસનું ઝાડ કાપેલ જે થ્રી ફેસ જીવંત વીજ લાઈન પર પડતા લીલા વાંંસને લઈ કરંટ લાગવાથી મહિલાનું મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે શહેરા પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.