મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની અખબારી યાદી જણાવે છે કે, અત્રેની કચેરીમાં 2-wheeler(મોટર સાઇકલ) ના GJ-35-BA તથા GJ-35-BB સિરિજના ગોલ્ડન તથા સિલ્વર નંબરોની તથા 4-wheeler (મોટર કાર) ની જૂની સીરીઝ GJ35-N, અને GJ-35-AA સિરીઝમાં ગોલ્ડન, તથા સિલ્વર નંબરો તથા transport vehicle ના GJ-35-T અને special category ના વાહનોમાં GJ-35-S ગોલ્ડન, સિલ્વર નંબરોનું Auction શરૂ કરવામાં આવનાર હોવાથી નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઓનલાઈન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવવામાં આવે છે. વધુમાં મે. વાહન વ્યવહાર કમિશનર કચેરીનાં પત્ર મુજબ દિવયાંગજન ઓનરશિપમાં રજિસ્ટર્ડ થતાં ( વાહનનો પ્રકાર એડેપ્ટેડ હોય કે ન હોય) મોટર વાહન માલિક પણ સંબંધિત ક્લાસમાં ઓક્શનમાં ભાગ લઈ શકશે.
ઇ-ઓકશન પ્રક્રિયા ઓનલાઇન અરજી કરવાની તારીખ ૧૩/૦૭/૨૦૨૬ ૦૪:૦૦ કલાકથી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫/૦૭/૨૦૨૬ સાજે ૦૩:૫૯ કલાક સુધી રહેશે.જ્યારે ઇ-ઓકશન શરૂ તારીખ ૧૫/૦૭/૨૦૨૬ થી અને ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૧૭/૦૭/૨૦૨૬ સાંજે ૦૪:૦૦ કલાક સુધી રહેશે.
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે http://parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરિપત્ર ક્રમાંક નં.આઈ.ટી/પસંદગીનંબર/ઓનલાઈન ઓક્શન/7421,તા.12/10/2017 Appendix-A (આ સાથે સામેલ છે) ની સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.
પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માથી જે વહેલું હોય તે તારીખથી 7 દિવસની અંદર www.parivahan.gov.in વેબસાઇટ પરથી CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.(Process flow સામેલ છે) આવી અરજી કર્યાની તારીખથી 60 દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે 60 દિવસમાં અરજદારશ્રી ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં. તો અરજી તારીખથી ગણતા 60 દિવસ એટલે કે છેલ્લા દિવસે રજીસ્ટ્રેશન ઓથોરીટી દ્વારા રેન્ડમ પધ્ધતીથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઈ વાંધો લઈ શકશે નહીં.
ખાસ સ્પષ્ટતા કરવાની કે, આ 60 દિવસની મર્યાદા અરજદારશ્રીને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. 60 દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની 30 દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં કરવામાં આવેલ નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા પછી તેમનું વાહન અનરજીસ્ટર્ડ ગણાશે. તેમજ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે , અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂરી થયાના 5 દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ( Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે, જેમાં અરજદારશ્રી કોઈ વાંધો લઈ શકશે નહી.
ઓનલાઈન ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે , અસફળ અરજદારશ્રીએ રિફંડ માટે જે તે અરજદારશ્રીના ખાતામાં SBI e-pay દ્વારા કચેરી દ્વારા પરત કરવામાં આવશે.