પાસ આંદોલનના ૯૦ બાકી કેસો પરત ખેંચવાની માંગ, દિનેશ બાંભણિયાની સરકાર સમક્ષ રજૂઆત

પાટીદૃાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા બાકી રહેલા પોલીસ કેસોને પરત ખેંચવાની માંગ ફરી એકવાર ચર્ચામાં આવી છે. પાટીદૃાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરીને બાકી રહેલા તમામ કેસો પરત ખેંચવાની માંગ ઉઠાવી છે.

દિનેશ બાંભણિયાના જણાવ્યા અનુસાર, પાટીદૃાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા મોટાભાગના કેસો અગાઉ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા હતા. જોકે, હજુ પણ કેટલાક કેસો કાયદૃાકીય અને ન્યાયિક પ્રક્રિયાઓના કારણે બાકી રહૃાા છે. આ કેસોમાં અનેક યુવાનો અને આગેવાનો સંકળાયેલા હોવાનું જણાવવામાં આવી રહૃાું છે.

તેમણે જણાવ્યું કે સુરત શહેર અને જિલ્લામાં નોંધાયેલા અંદૃાજે ૨૪ જેટલા કેસો હજુ સુધી પરત ખેંચાયા નથી. જ્યારે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો આશરે ૯૦ જેટલા કેસો હજુ વિવિધ તબક્કે બાકી હોવાનું જણાવવામાં આવી રહૃાું છે.

બાંભણિયાએ દૃાવો કર્યો કે સરકાર દ્વારા અગાઉ બાકી રહેલા કેસો અંગે હકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો હતો અને કેસો પરત ખેંચવાની પ્રક્રિયા આગળ વધારવાની બાંહેધરી પણ આપવામાં આવી હતી. છતાં, અનેક કેસોમાં હજુ સુધી અંતિમ નિર્ણય આવ્યો નથી.

પાટીદૃાર સમાજના આગેવાનોનું માનવું છે કે આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોને કારણે અનેક યુવાનોને વર્ષોથી કોર્ટ અને કાયદૃાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડી રહૃાો છે. તેથી બાકી રહેલા કેસો પર ઝડપી નિર્ણય લઈ તેમને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

હાલ આ રજૂઆત બાદ રાજ્ય સરકાર અને કાયદૃાકીય તંત્ર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સમાજ અને આંદૃોલન સાથે જોડાયેલા લોકોની નજર ટકેલી છે.