પંચમહાલના કણજીપાણીના તલાટીનુ બોગસ લગ્ન નોંધણી કોૈભાંડ

–રૂ.2,500 લઈ 2,000 જેટલા લગ્નોની નોંધણી કરી

–મોટા બણગા ફુંકતા તલાટી અર્જુન મેઘવાલને તત્કાલિન અસરથી ડી.ડી.ઓ.દ્વારા સસ્પેન્ડ કરાયો

ઉત્તર ગુજરાતમાં લુંટેરી દુલ્હનના મસમોટા કોૈભાંડ બાદ હવે પ્રેમ લગ્ન કરનારાના બોગલ લગ્ન નોંધણીના કોૈભાડનો પર્દાફાશ થયો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કોૈભાંડનો રેલો ઉત્તર ગુજરાતથી પંચમહાલના જાંબુઘોડા સુધી પથરાયેલો છે. મહેસાણામાં તાજેતરમાં જ થયેલા એક લગ્નની એસપીજીએ તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં હારીજના મોગલ માતાના મંદિરમાં લગ્ન થયા બાદ વિસનગર ખાતેથી 2.34 કલાકે સ્ટેમ્પ ખરીદાયો. 1.30 કલાક પછી 4કલાકે જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આ યુગલના લગ્ન બતાવવામાં આવ્યા છે. લગ્ન નોંધણી કરનાર અજુૃન મેઘવાલ નામનો તલાટી એવુ કહી રહ્યો છે કે, યુગલની હાજરીમાં તેણે લગ્ન નોંધણી કરી છે. જોકે કણજીપાણીના રામજી મંદિરમાં લગ્નની વાત સામે ગામમાં કોઈ આવુ મંદિર જ ન હોવાનુ સામે આવ્યુ છે. ઉલ્લેખનિય છે કે, આ તલાટીએ 2,500રૂપિયા લઈને 2,000થી વધુ લગ્ન કરાવ્યા છે.

મહેસાણા જિલ્લની જે યુવતીઓ દ્વારા પ્રેમ લગ્ન કરવામાં આવ્યા છે. તેનો એસપીજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ સંપર્ક બાદ સમગ્ર લગ્ન નોંધણીના રેકેટનો ભાંડો ફુટ્યો હતો. જિલ્લાની એક યુવતીનો એસપીજી દ્વારા સંપર્ક કરવામાં આવતા યુવતીએ પોતાના લગ્ન હારીજના મોગલ માના મંદિરમાં કરવામાં આવ્યો હોવાનો ખુલાસો કરાયો હતો. જોકે યુવતીના લગ્નની નોંધણી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી એવા રજીસ્ટર દ્વારા પોતાના ગામમાં કરવામાં આવી છે. વિસનગર ખાતેથી 2.34 કલાકે સ્ટેમ્પ ખરીદાયા બાદ 1.30 કલાક પછી 4 કલાકે જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આ યુગલની લગ્ન બતાવવામાં આવ્યા છે.

બોકસ :

સ્ટિંગમાં તલાટીના ચોંકાવનારા સંવાદો…

‘તલાટી કહે 5 લાખમાં તો હાથ પણ ના નાંખુ, 50 લાખ કમાઈ ગયો હવે રાજસ્થાનમાં જમીનો લે લે કરૂ છુ’

બાપુ આવા કેસ બહું છે. આ તો એક પંચાયતના 500 છે.

મારા જોડે આવી ચાર પંચાયતો છે. 2000 ઉપર વર્ષ-2025માં મેં લગ્ન કરાવ્યા છે. પણ કોઈની તાકાત નથી. આપણી સામે કંઈ બોલે…

જુઓ મેં કેલ્કયુલેટર ખોલ્યુ…2000 લગ્ન કરાવ્યા હને એના ગુણ્યા 2,500 એટલે કેટલા થયા…?

50 લાખ સાહેબ, પાંચ લાખમાં તો હું હાથ પણ ન નાંખુ. 50 લાખ આમને આમ હું કમાઈ ગયો છુ. અને રાજસ્થાનમાં જમીનો લે કરૂ છુ…

મને સસ્પેન્ડ કર્યો તો પણ હું હાઈકોર્ટમાં ગયો અને કેસ લડીને પાછો આવ્યો છુ…તમે વીડિયો ઉતારો…

બોકસ :

કણજીપાણી ગામના તલાટીએ 3 દિવસમાં 24 લગ્ન કરાવ્યા છે.

એસપીજીના રાષ્ટ્રિય અઘ્યક્ષ લાલજી પટેલે જણાવ્યુ હતુ કે, કણજીપાણી ગામના તલાટીએ 3 દિવસમાં 24 લગ્ન કરાવ્યા છે. 24 લગ્ન પૈકી એક દિકરીએ સોગંદનામું કરીને આપ્યુ છે કે, હારીજ મંદિરે તેને લગ્ન કર્યા છે. જેમાં 2.34 કલાકે વિસનગરથી સ્ટેમ્પ લીધો છે. અને એ જ સમયે તે પોતાના પિતાને દવાખાને લઈ ગઈ છે.

બોકસ :

3 ચોંકાવનારી વાતો…

(1)ખોટી જગ્યાએ લગ્ન : યુગલે વિસનગરના એડવોકેટ દ્વારા કરાયેલા સોગંદનામામાં જણાવ્યુ હતુકે, તેમના લગ્ન કણજીપાણી ગામના રામજી મંદિરમાં થયા છે.પરંતુ એસપીજીની તપાસમાં આ ગામમાં આવુ કોઈ મંદિર જ ન હોવાનુ સામે આવ્યુ છે.

(2)સમયનો ગોટાળો : વિસનગર ખાતેથી સ્ટેમ્પ બપોરે 2.34 કલાકે ખરીદવામાં આવ્યો હતો. જયારે કણજીપાણીના તલાટી દ્વારા લગ્નની નોંધણી માત્ર 1 કલાક અને 30 મિનીટ પછી 4 કલાકે કરવામાં આવી હતી. 300 કિ.મી.નુ અંતર આટલા ઓછા સમયમાં કાપવુ અશકય છે.

(3)વર-વધુની ગેહાજરી : તલાટી દાવો કરી રહ્યો છે કે,પેણે યુગલની હાજરીમાં નોંધણી કરી. જયારે લગ્ન કરનાર યુવતીએ એસપીજીને કહ્યુ કે, તે આ સમયે પોતાના પિતાને દવાખાને લઈ ગઈ હતી.

બોકસ :

કોૈભાંડનુ ગણિત અને કાયદાનુ ઉલ્લંધન…

નોંધણીની ફી રૂ.2,500 પ્રતિ લગ્ન(તલાટીના કબુલાત મુજબ)

કુલ બોગસ નોંધણી (વર્ષ-2025)2,000 ઉપર

કુલ કમાણી રૂ.50લાખ ઉપર(પગાર ઉપરાંત)

બોકસ :

બોગસ લગ્ન નોંધણી થઈ હોવાનુ લગ્ન કરનાર યુવતી પર જ પુરવાર કર્યુ…

કણજીપાણી તલાટી દ્વારા ત્રણ દિવસમાં જે 24 લગ્ન રજીસ્ટર કરાયા છે. તે પૈકી લગ્ન કરનાર બે યુવતીઓનો એસપીજી દ્વારા સંપર્ક કરાયો હતો. તે પૈકી એક યુવતીએ જ તેના લગ્ન હારીજ મંદિરમાં થયા છે. જયારે તેની નોંધણી પંચમહાલના કણજીપાણી ગામમાં થઈ છે. અને લગ્ન સ્થળ પણ તે જ ગામનુ રામજી મંદિર બતાવવામાં આવ્યુ છે. જેને લઈ એસપીજીની તપાસમાં કણજીપાણી ગામમાં યુવતીના લગ્ન થયા જ નથી. ત્યાં માત્ર ખોટી નોંધણી થઈ હોવાનુ બહાર આવ્યુહતુ.