સંતરામપુર નગરપાલિકા દ્વારા ટુંક સમયમાં ડિવાઈડર સાથે બસ સ્ટેશન ચાર રસ્તાથી કારગીલ સુધી આ રસ્તો બનાવાશે. જેને લઈને સિટી સર્વેના અધિકારી દ્વારા માપણીની કામગીરી કરાઈ હતી.દબાણ દુર કરવા માટે હદ નકકી કરીને લાલ પટ્ટા લગાવવામાં આવ્યા છે. રસ્તો તૈયાર થતાં નગરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન અને પ્રજા માટે રસ્તાની સુવિધા મળી રહેશે. તે માટે સંતરામપુર નગરપાલિકા દ્વારા અને સીટી સર્વેના અધિકારી દ્વારા રસ્તાના મઘ્યાંતરથી બંને તરફ 10 મીટરની માપણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે નિયમ મુજબ બાંધકામ વગરનુ દબાણ તુટવુ જોઈએ અને કાયદેસર કરવુ જોઈએ તેવી સ્થાનિક રહિશોમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.