નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ દ્વારા વિવિધ ડે ની ઉજવણી કરવામાં આવી

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના શારીરિક શિક્ષણ અને રમત- ગમત વિભાગ દ્વારા બાળપણ ક્રીડા રમતોત્સવ ૦૭-૦૨-૨૦૨૬ નારોજ અને વિધાર્થી સંઘ દ્વારા કોલેજમાં વિવિધ ડે જેવા કે ટ્રેડિશનલ ડે, ટ્વિનિંગ ડે, ગ્રુપ ડે, સિગ્નટર ડે ની ઉજવણી તા.૦૯-૦૨-૨૦૨૬ થી તા.૧૨-૦૨-૨૦૨૬ના રોજ કરવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ હતો. કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા. જી.જે.ખરાદી એ પ્રોત્સાહન આપીને આયોજનને બિરદાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમ વિધાર્થી સંઘના ર્ડા. વી.જે. ચૌહાણ, શિખા મોઢીયા અને ભૂમિ તીલવાણી, ધ્રુવી પટેલ આગેવાની હેઠળ થયેલ હતો. કોલેજના સ્ટાફ સભ્યો એ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.