નસવાડીના દેવળીયા રોડ પર બાઇક અને પીકઅપ વચ્ચે અકસ્માતમાં જી.આર.ડી. જવાનનું મોત

નસવાડી-દેવળીયા રોડ પર ધમસિયા ગામ નજીક બાઇક અને પીકઅપ જીપ વચ્ચે બપોરના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં જેમલગઢના રહેવાસી અને નસવાડી પોલીસ સ્ટેશનના ગ્રામ રક્ષક દળ (ૠછઉ) જવાન કનુભાઈ મંગુભાઈ તડવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, નસવાડીથી દેવળીયા રોડને પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે. રોડ ખુલ્લો હોવાથી વાહનચાલકો ઘણીવાર ઓવરસ્પીડમાં વાહનો ચલાવે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધે છે. આ ટક્કર નાળિયેર ભરેલી પીકઅપ જીપ સાથે થઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ નસવાડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.