
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી ૨૦ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ ૧૯ ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. લખનૌમાં બંને ટીમો વચ્ચેની ત્રીજી મેચ ધુમ્મસને કારણે રદ કરવામાં આવી હતી. તેથી, ક્રિકેટ ચાહકો ઇચ્છશે કે પાંચમી મેચ અવિરત રહે. ટીમ ઇન્ડિયા પહેલાથી જ શ્રેણી ૨-૧ થી આગળ છે. આવી સ્થિતિમાં, તેઓ છેલ્લી મેચ જીતીને શ્રેણી પર કબજો કરવા માંગશે.
ભારતીય ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કુલ સાત ટી ૨૦ મેચ રમી છે, જેમાં પાંચ જીતી છે અને બે હારી છે. ટીમ ઇન્ડિયા આ બંને મેચ ઇંગ્લેન્ડ સામે હારી છે, અને બંને વખત ઇંગ્લેન્ડે ્૨૦ૈં મેચ ૮ વિકેટથી જીતી છે.
ભારતે અમદાવાદના મેદાન પર દક્ષિણ આફ્રિકા સામે હજુ સુધી એક પણ ટી ૨૦ રમી નથી, અને આ બંને ટીમો વચ્ચેની પહેલી ્૨૦ૈં હશે. જો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે પાંચમી ટી ૨૦ હારી જાય તો પણ શ્રેણી ૨-૨ થી બરાબર રહેશે, અને ટીમ ઇન્ડિયા શ્રેણી હારશે નહીં. બીજી તરફ, આફ્રિકન ટીમ શ્રેણી બરાબર કરવા માટે કોઈપણ કિંમતે જીતવા માંગશે. ભારતીય ટીમ હાલમાં શ્રેણીમાં ૨-૧ થી આગળ છે.
શુભમન ગિલ ઈજાને કારણે ત્રીજી ટી ૨૦ માટે ઉપલબ્ધ નહોતો. આ દરમિયાન જસપ્રીત બુમરાહ પારિવારિક કારણોસર ઘરે પરત ફર્યો હતો. આ બંને ખેલાડીઓ પાંચમી ટી ૨૦માં રમશે કે નહીં તે જોવાનું બાકી છે. આ દરમિયાન, સૌની નજર ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર રહેશે, જે તાજેતરમાં સંઘર્ષ કરી રહ્યા છે અને ૨૦૨૫ માં એક પણ અડધી સદી ફટકારી નથી.