
વડગામ તાલુકાના ૧૦૦થી વધુ ગામડાઓમાં ૪૦ વર્ષથી સિંચાઈના પાણી માટેની સમસ્યા હતી. આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે વર્ષોથી ખેડૂતો પાણીની માગ કરી રહ્યા હતા. જોકે હાલ ૪૦ વર્ષ બાદ વડગામના વરસડા ગામે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વરસડા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાઓના લોકોએ ઢોલ નગારા સાથે નર્મદા નીરના વધામણા કરી રહ્યા છે, ત્યારે જગતના તાત એવા ખેડૂત મિત્રોની આંખો હર્ષના માર્યે ભીની થઈ રહી છે.
વિગતવાર વાત કરીએ તો, બનાસકાંઠા વડગામ તાલુકાના ૧૦૦થી વધુ ગામડાઓમાં ૪૦ વર્ષથી સિંચાઈના પાણી માટેની સમસ્યા હતી. આ મામલે અગાઉ ૨૦ હજાર જેટલા ખેડૂતોએ પાઇપલાઇનથી તળાવો ભરવા માટે રેલી યોજી રજૂઆત પણ કરી હતી, ત્યારે ખેડૂતોની વર્ષો જૂની માગને લઈને સરકારે કરોડોના ખર્ચે પાઇપલાઇન મંજૂર કરી હતી. જોકે હાલ બે વર્ષ બાદ આ પાઇપલાઇન મારફતે જ અહીં સિંચાઈનું પાણી પહોંચતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
વર્ષોથી સિંચાઈના પાણીની સમસ્યા હતી, વડગામ તાલુકાના ૧૦૦થી વધુ ગામડાઓમાં સિંચાઈના પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા હતા. આ ગામડાઓમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા ત્યારે અગાઉ પણ ખેડૂતોએ રેલી યોજી સરકારમાં રજૂઆત કરી હતી અને પાઇપલાઇનથી કરમાવત તળાવ મુક્તેશ્ર્વર ડેમ તેમજ ગામડાઓના તળાવ ભરવામાં આવે તેવી માગ કરી હતી.જેથી સરકારે ખેડૂતોની રજૂઆત સાંભળીને નર્મદાના નીર પાઇપલાઇન દ્વારા વડગામ તાલુકાના ગામડાઓનો પાણી મળે તે માટે પાઇપલાઇન મંજૂર કરી હતી, જોકે આ મંજૂરી મળ્યાના ૨ વર્ષ બાદ આજે વડગામ તાલુકાના વરસડા ગામે તળાવમાં નર્મદાના નીર આવતા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામડાના લોકોએ ખેડૂતોએ ઢોલ નગારા સાથે આ નર્મદા નદીના પાણીના વધામણા કર્યા હતા.
બનાસકાંઠાના વડગામ તાલુકા વિસ્તારમાં ૪૦ વર્ષમાં પહેલીવાર નર્મદાના નીર આવી પહોંચતા આસપાસના ગામડાના લોકોમાં ખુશી છવાઈ છે. આ અંગે ખેડૂતોએ કહ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી પાણી માટે વલખા મારીએ છીએ, ત્યારે આજે આ નર્મદાનું પાણી આવ્યું છે. જેનાથી હવે આ વિસ્તારના ખેડૂતોની સૂકી ભઠ્ઠ જમીનને પાણી મળશે. પશુપાલકો તેમજ ખેડૂતો માટે નર્મદાના પાણી જીવાદોરી બનશે, ત્યારે સરકારના પાણી આપવાના અભિયાનને લઈને લોકોએ સરકારનો આભાર પણ માન્યો હતો.નોંધનીય છે કે, વડગામ તાલુકાના અનેક ગામડાઓની જમીન વર્ષોથી સૂકી ભઠ્ઠ પડી હતી. ખેડૂતો ચોમાસું સિઝનમાં વરસાદ આવે ત્યારે ખેતી ઉપર નિર્ભર હતા. પાણીના તળ ઊંડા જતા આ વિસ્તારના ખેડૂતો પાણી વિના હિજરત કરે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. જેથી અનેક વાર આંદોલન કરી ચૂકેલા ખેડૂતો સરકાર પાસે પાણી માટેની મીટ માંડીને બેઠા હતા. જોકે હાલ વર્ષો પછી વડગામ તાલુકામાં નર્મદાનું પાણી આવતા ખેડૂતોનું સપનું સાકાર થયું છે.