મોડાસા હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ : ભાઈએ જ કરી ભાઈની હત્યા

જિલ્લાના મોડાસા ટાઉનમાં એક કરૂણ અને ચક્કરદૃાર હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. મેઘરજ પુરુષોત્તમનગર સોસાયટીમાં બે સગા ભાઈઓ વચ્ચે નોકરી અને મિલકત વિવાદને કારણે થયેલા ઝઘડામાં એક ભાઈએ બીજા ભાઈનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ હત્યા કેસમાં આરોપી યોગેશ રાઠોડની મોડાસા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરીને કેસને ઉકેલી લીધો છે.

મળતી માહિતી અનુસાર, મેઘરજ વિસ્તારના પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતા બે ભાઈઓ વચ્ચે લાંબા સમયથી મિલકત વહેંચણી અને નોકરી-રોજગારને લઈને તણાવ ચાલી રહૃાો હતો. આ વિવાદ છેલ્લા કેટલાક દિૃવસોથી વધુ તીવ્ર બન્યો હતો. ઘટનાના દિવસે બંને ભાઈઓ વચ્ચે ફરી એકવાર ગરમાગરમ બોલાચાલી થઈ હતી, જે ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આરોપી યોગેશ રાઠોડે ક્રોધમાં આવીને પોતાના સગા ભાઈનું ગળું દબાવી દૃીધું અને તેને મારી નાખ્યો હતો.

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાની જાણ થતાં જ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પરિવારના સભ્યો અને આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કર્યું અને ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી. મૃતદૃેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે શંકાના આધારે મૃતકના ભાઈ સાથે કડકાઇપૂર્વક પૂછપરછ કરવામાં આવતા અંતે તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તપાસ દૃરમિયાન આરોપી યોગેશ રાઠોડે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી અને જણાવ્યું કે વિવાદૃને કારણે તે ક્રોધમાં આવી ગયો હતો અને ગળું દબાવી દૃીધું હતું.

આ ઘટનાએ આખા વિસ્તારમાં શોક અને આઘાતનો માહોલ ફેલાવી દૃીધો છે. પરિવારના અન્ય સભ્યો માટે આ ઘટના અત્યંત દૃુ:ખદૃ છે, કારણ કે બે સગા ભાઈઓ વચ્ચે આવી િંહસા થઈ ગઈ. સ્થાનિક લોકો માને છે કે મિલકત અને આર્થિક વિવાદૃોને કારણે પરિવારોમાં આવા તણાવ વધી રહૃાા છે, જેને કારણે નાના-નાના ઝઘડા મોટા અપરાધોમાં ફેરવાઈ જાય છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ કેસમાં તમામ પુરાવા એકત્ર કરીને ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. આરોપીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવામાં આવશે. આ ઘટના ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પરિવારિક વિવાદૃોને લઈને થતા અપરાધોનું એક ઉદૃાહરણ છે.