નવાગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરને રાજ્ય માહિતી આયોગે મોટો ઝાટકો આપ્યો છે. માહિતીનો અધિકાર અધિનિયમ હેઠળ અરજદારને જાણીજાઈને ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ ચીફ ઓફિસર પી.બી. પરમારને રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમ તેમણે પોતાના ખિસ્સામાંથી ભરવાની રહેશે અને એક મહિનામાં જમા ન કરાવે તો પગારમાંથી કપાત કરીને સરકારી તિજારીમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસમાં અરજદાર યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ગોહિલે જેતપુર નગરપાલિકા પાસે આરટીઆઇ અરજી દાખલ કરીને ટાઉન પ્લાનિંગ કમિટીની મિટિંગ અંગે માહિતી માંગી હતી. જાહેર માહિતી અધિકારી તરીકે કાર્યરત ચીફ ઓફિસર પી.બી. પરમારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ મિટિંગ “મામલતદાર કચેરી” ખાતે યોજાઈ હતી. પરંતુ વાસ્તવિકતા એ હતી કે મિટિંગ નગરપાલિકાના પોતાના કાર્યાલયમાં જ યોજાઈ હતી. આમ, અધિકારીએ જાણીજાઈને સ્થળ અંગે ખોટી માહિતી આપીને અરજદારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બાબતે ગાંધીનગર ખાતે રાજ્ય માહિતી કમિશનર વિપુલ રાવલ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. સુનાવણી દૃરમિયાન આયોગે નોંધ્યું કે અધિકારીએ જાણીજોઈને માહિતી છુપાવવાનો અને અરજદૃારને મોડી મળે તે હેતુથી ગેરમાર્ગે દૃોરવાનું કૃત્ય કર્યું છે. સુનાવણીમાં ચીફ ઓફિસરે સ્વીકાર્યું હતું કે તેઓ હવે સાચી માહિતી આપવા તૈયાર છે, પરંતુ અગાઉ આપેલા ખોટા જવાબને કારણે આયોગે તેમનો ખુલાસો ગ્રાહૃા રાખ્યો ન હતો.
માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની કલમ ૨૦(૧) હેઠળ સત્તાનો ઉપયોગ કરીને કમિશનરે ચીફ ઓફિસરને . ૧૦,૦૦૦નો દૃંડ ફટકાર્યો છે. આયોગે સ્પષ્ટ કર્યું છે કે આ દૃંડ અધિકારીના સ્વ-ભંડોળમાંથી ભરવાનો રહેશે. જો એક મહિનાની અંદૃર રકમ જમા ન કરાવવામાં આવે તો તેમના પગારમાંથી કપાત કરીને સરકારી તિજોરીમાં જમા કરાવવાનો આદૃેશ પણ આપવામાં આવ્યો છે.
આ ઘટનાએ જેતપુર નગરપાલિકામાં આરટીઆઇના અમલ અને પારદૃર્શિતા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્ર્નો ઉભા કર્યા છે. જાગૃત નાગરિકોનું કહેવું છે કે સરકારી અધિકારીઓ દ્વારા આરટીઆઇમાં ખોટી માહિતી આપવાની પ્રવૃત્તિ ઘટાડવા માટે વધુ કડક કાર્યવાહી જરી છે. આ કેસ રાજ્યના અન્ય નગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પણ એક ચેતવણીપ છે કે આરટીઆઇ અધિકારનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે આયોગ કડકતાથી કાર્યવાહી કરી શકે છે.