જા રૂટે ઇતિહાસ રચ્યો, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ૩,૦૦૦ રન બનાવનાર પ્રથમ કેપ્ટન બન્યો

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ લીડ્‌સમાં રમાઈ રહી છે. આ મેચમાં, ઇંગ્લેન્ડના કેપ્ટન જા રૂટે પ્રથમ ઇનિંગમાં અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. તે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ઇતિહાસમાં ૩,૦૦૦ રન બનાવનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. તેણે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ૧૧૨ બોલમાં ૧૦ ચોગ્ગાની મદદથી ૬૬ રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે, રૂટે સચિન તેંડુલકરના ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી. બેન સ્ટોક્સની નિવૃત્તિ પછી રૂટને ફરીથી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો.

જા રૂટે અત્યાર સુધી માં કેપ્ટન તરીકે ૩૪ મેચોમાં ૬૩ ઇનિંગ્સમાં ૫૦.૪ ની સરેરાશથી ૩૦૨૪ રન બનાવ્યા છે. આ યાદીમાં તેમના પછી ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બેન સ્ટોક્સનો નંબર આવે છે. તેમણે ડબ્લ્યુટીસીમાં અત્યાર સુધી ૪૦ મેચોમાં ૭૧ ઇનિંગ્સમાં ૨૧૮૨ રન બનાવ્યા છે, જેની સરેરાશ ૩૨.૫૬ છે. શ્રીલંકાના દિમુથ કરુણારત્નેએ ઉ્‌ઝ્ર માં કેપ્ટન તરીકે ૨૧૬૦ રન બનાવ્યા છે, ૨૪ મેચોમાં ૪૫ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. વેસ્ટ ઇન્ડીઝનો ક્રેગ બ્રેથવેટ ૧૯૯૪ રન સાથે યાદીમાં ચોથા ક્રમે છે. પાકિસ્તાનનો બાબર આઝમ ૨૦ મેચોમાં ૩૭ ઇનિંગ્સમાં ૧૯૧૮ રન સાથે યાદીમાં પાંચમા ક્રમે છે.

ડબ્લ્યુટીસીમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્‌સમેનોની યાદીમાં બાબર આઝમ ભારતના વિરાટ કોહલી અને રોહિત શર્માથી આગળ છે. વિરાટ કોહલી ૧૩૪૯ રન સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે હિટમેન રોહિત શર્મા ૧૨૫૪ રન સાથે આઠમા સ્થાને છે. કોહલી અને રોહિત ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચુક્યા છે. હવે, બંને ખેલાડીઓ ફક્ત વનડે અને આઇપીએલમાં જ રમતા જાવા મળે છે.લીડ્‌સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચની વાત કરીએ તો, ઇંગ્લેન્ડે મેચના બીજા દિવસે ૩૬૬ રન બનાવીને મજબૂત પકડ સ્થાપિત કરી છે. ઇંગ્લેન્ડ હજુ પણ બે વિકેટ હાથમાં ધરાવે છે. અગાઉ, તેઓએ પાકિસ્તાનને ૧૭૧ રનમાં આઉટ કરી દીધું હતું. ઇંગ્લેન્ડની ટીમ પાસે ૧૯૫ રનની લીડ છે. કેપ્ટન જા રૂટ, જાર્ડન કોક્સ અને હેરી બ્રુકે ઇંગ્લેન્ડને આ મજબૂત સ્થિતિમાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રૂટે ૬૬, બ્રુકે ૯૧ અને કોક્સે ૭૩ રન બનાવ્યા હતા.