મલાવ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસરોની બે દિવસીય  કાર્યશાળાનો પ્રારંભ 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા પ્રોગ્રામ ઓફિસર શ્રીઓ માટેની બે દિવસીય  કાર્યશાળા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત શ્રી કૃપાલુ આશ્રમ મલાવ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નિરંજનભાઇ પટેલ, તાલુકા પંચાયત ગોધરાના પ્રમુખ શ્રીમતી લીલાબેન પટેલ, આશ્રમના મહંત પરમ પૂજ્ય સંત શ્રી અમલાનંદજી , કોમર્સ કોલેજ ગોધરાના પ્રો. ડો. અરુણસિંહ સોલંકી, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા ડૉ .જાહ્નવીબેન પાઠક તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના એન. એસ. એસ.વિભાગના કો-ઓર્ડીનેટર ડો. સંજયભાઈ જોશી ના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો છે.

આ પ્રસંગે બોલતા જિલ્લા પંચાયત પંચમહાલના પ્રમુખશ્રી નિરંજનભાઇ પટેલ દ્વારા એન.એસ.એસ.ની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. એક પ્રસંગ યાદ કરતાં તેઓશ્રી એ જણાવ્યું હતું કે તેમની યુવાવસ્થામાં જ્યારે એન એસ એસ ના સ્વયંસેવકો તેમના વતનમાં સેવા માટે આવ્યા હતા તે યાદ તાજી કરી હતી. આ બે દિવસની શિબિરમાં જે કંઈ મળે તે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા અને રાષ્ટ્રને આગળ લઈ જવાનું

તેમણે આહવાન કર્યું હતું.આ પ્રસંગે મહંત શ્રી ,ડો. અરુણ સિંહ સોલંકી તથા ડો. સંજયભાઈ દ્વારા પ્રસંગોચિત માર્ગદર્શન અપાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. અર્જુનસિંહ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 65 કોલેજો માંથી પ્રોગ્રામ ઓફિસરશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.