દાહોદમાં માખી મચ્છરનો વધી રહેલો ઉપદ્રવ ડામવા નગરપાલિકા દ્વારા કવાયત શહેરના નદી પારના પ્રસારણ નગર, માતંગી નગર સહિતના વિસ્તારોમાં ફોગિંગ મશીનનો ઉપયોગ કરાયો

દાહોદ શહેરમાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઓછો વરસાદ થવાને કારણે અને છેલ્લા કેટલાય દિવસોથી વાદળછાયુ વાતાવરણ રહેવા છતાં વરસાદ મન મૂકીને ન વરસતા માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ વધી જતાં ખાંસી, શરદી, તાવ, વાયરલ ઈન્ફેક્શન, ઝાડા ઉલટી તેમજ અન્ય પાણીજન્ય રોગોએ માથું ઉંચકતા દાહોદ નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માથું ઊંચકી રહેલા ઉપરોક્ત રોગોને કાબુમાં લેવા પાણી આવતા પહેલા પાળ બાંધવાની નીતિ રીતિ અખત્યાર કરી ગઈકાલે દાહોદ નગરપાલિકા દ્વારા શહેરના પ્રસારણ નગર, માતંગ નગર સહિતના નદી પરના અન્ય વિસ્તારોમાં માખી, મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા ફોગિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.