
મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે, 24 જુલાઈ, 2026ના રોજ તમામ શાળાઓ, ITI અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે હવામાન ખાતાની આગાહી અને જીલ્લા વહીવટી તંત્રની સૂચનાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.
જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇટીઆઈ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા રહેશે. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકો અને આચાર્યોને આ આદેશનો કડક અમલ કરવા સૂચના આપી છે.
ભારે વરસાદની સંભાવનાને કારણે, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાવચેત રહેવા તેમજ બિનજરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.