મહિસાગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં કરોડો રૂપિયાની વેરા વસુલાતમાં કોૈભાંડનો આક્ષેપ

મહિસાગર જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વર્ષ-૨૦૨૪/૨૫ અને ૨૦૨૫/૨૬ દરમિયાન ચલાવેલી વેરા વસુલાત ઝુંબેશમાં કરોડો ‚પિયાનુ આયોજનબદ્ધ નાણાંકિય કોૈભાંડ અને ગેરરિતી આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરિય તપાસની માંગ કરી છે. આ અંગે બાલાસિનોરના એક અરજદાર દ્વારા મુખ્યમંત્રી સહિત વિકાસ કમિશનર તથા કલેકટર મહિસાગરને સત્તાવાર અરજી સબમીટ કરીને તટસ્થ વીજિલન્સ તપાસની માંગ કરવામાં આવી છે.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર, વિરપુર, સંતરામપુર, લુણાવાડા, કડાણા અને ખાનપુર સહિતના તાલુકાઓમાં વાસ્તવિક કામગીરી વગર માત્ર કાગળ પર ખોટા આંકડા અને રેકર્ડ ઉભા કરી રાજયમાં વેરા વસુલાતમાં પ્રથમ ક્રમ મેળવવાનો ખેલ ખેલાયો છે. તલાટી કમ મંત્રીઓ દ્વારા પ્રજા પાસેથી વાસ્તવિક વેરો વસુલવાને બદલે કાગળ પર જ લાખો ‚પિયાની વસુલાત બતાવી રોજમેળમાં જમા-ઉધાર દર્શાવી હતી. આ રકમ પંચાયતના સત્તાવાર બેંક ખાતામાં જમાં કરાવી નથી. નિયત મર્યાદાથી વધુ રકમ હાથ પરનો ખર્ચ તરીકે દર્શાવીને પંચાયતના નાણાં અંગત સ્વાર્થ માટે વાપર્યા હોવાનો આક્ષેપ છે. કોૈભાંડ છુપાવવા માટે અને રોજમેળ મેળવવા માટે કાગળ પર જ વિકાસના કામોનો ખર્ચ દર્શાવી દેવાયો હતો. સ્થળ પર કોઈ કામો થયા વગર માત્ર ખોટા બિલો અને ઠરાવો બનાવી સરકારી નાણાં સગેવગે કરાયા છે. જિલ્લા કક્ષાના અધિકારીઓને ગેરરિતીની જાણ હોવા છતાં રાજય કક્ષાએ કોૈભાંડ પર પડદો પાડવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. અરજદારે ગાંધીનગર કક્ષાએથી વિજિલન્સ ડિવિઝન અથવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી તમામ ગ્રામ પંચાયતોના રોજમેળ અને બેંક સ્ટેટમેન્ટ્સનુ ફોરેન્સિક ઓડિટની માંગ કરી છે. આ મામલે કસુરવાર તલાટીઓ અને તેમને છાવરનાર ઉચ્ચ અધિકારીઓ સામે ફોજદારી અને ખાતાકિય કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે. આ અરજીની નકલ મુખ્યમંત્રી, પંચાયત મંત્રી અને અગ્ર સચિવને પણ રવાના કરી છે.