મહીસાગર જીલ્લામાં સહાયક પોલીસ અધિક્ષક વિકાસ યાદવના અધ્યક્ષસ્થાને જીલ્લા રોડ સેફટી કમિટીની બેઠક યોજાઇ

મહિસાગર જીલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સહાયક પોલીસ અધિક્ષક વિકાસ યાદવના અધ્યક્ષસ્થાને જીલ્લા રોડ સેફટી કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકાસ યાદવે ગત માસ દરમિયાન વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અને સૂચનોના અમલીકરણ અંગે ગહન સમીક્ષા કરી હતી. માર્ગ સલામતીના નિયમોનું ચુસ્ત પાલન થાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંઓની વિગતવાર ચર્ચા આ તબક્કે કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ‘નેશનલ રોડ સેફટી માસ’ અંતર્ગત RTO અને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી જનજાગૃતિ અભિયાનની કામગીરીને છઝઘ ઇન્સ્પેક્ટર દ્વારા પીપીટી (PPT) માધ્યમથી રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય સંબંધિત વિભાગોએ પણ પોતપોતાની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. જીલ્લાના મુખ્ય માર્ગો પર જ‚રી સ્પીડ બ્રેકર બનાવવા, સાઈન બોર્ડ લગાવવા તથા અકસ્માત પ્રભાવી ‘બ્લાઈન્ડ સ્પોટ’ ઓળખી તેને દૂર કરવા જેવા ટેકનિકલ મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

અંતમાં, સહાયક પોલીસ અધિક્ષકએ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સીધો સંવાદ સાધી માર્ગ સલામતી અંગે જ‚રી માર્ગદર્શન પૂ‚ં પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના તમામ વિભાગો સહિયારા પ્રયાસો કરે તો જ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય છે. સામાન્ય માણસનો કિંમતી જીવ ન જાય તે માટે અત્યંત સંવેદનશીલતા દાખવી ‘બ્લાઈન્ડ સ્પોટ’ સુધારવા અને રોડ સેફટીના નીતિ-નિયમોનું અસરકારક અમલીકરણ કરવા તેમણે તમામ અધિકારીઓને કડક સૂચના આપી હતી.