દાહોદમાં ભાઈ પાસે ૫ લાખ પડાવા યુવકે પોતે જ રચ્યું પોતાના અપહરણનું નાટક.
-મધ્ય પ્રદેશના કઠ્ઠીવાડાના ત્રણ સહિત ચારેય જેલભેગા: તલસ્પર્શી પૂછપરછમાં રાહુલ સંગોડના કાવતરાનો પર્દાફાશ: ગભરાયેલા વિકલભાઈએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
દાહોદના છાપરી વિસ્તારમાં ૩ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે થયેલી સનસનાટીભરી અપહરણની ઘટનામાં એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આજે ઘટનાને શઆતમાં પાંચ વર્ષ જૂના માઉઝર હથિયારના કેસની અદાવત માનવામાં આવતી હતી. તે હકીકતમાં ૨૬ વર્ષીય યુવકે પોતાના જ ભાઈ પાસેથી ૫ લાખ પડાવવા માટે રચેલું એક સુનિયોજીત કાવતં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં રાહુલને મધ્યપ્રદેશના કઠિવાડાથી હેમખેમ મુક્ત કરાવ્યો હતો પરંતુ સઘન પૂછપરછમાં ખુદ ભોગ બનનાર જ આ આખા ગુનાનો માસ્ટરમાઈન્ડ નીકળતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગરબાડાના ઝરી બુઝર્ગનો વતની અને હાલ ખરોડ રહેતો રાહુલ નેવજીભાઈ સંગોડ ૩ ફેબ્રુઆરીએ રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં ક્રિકેટ રમીને પરત ફરી રહ્યો હતો. ત્યારે છાપરી રોડ પર આવેલા સાંઈ પેટ્રોલ પંપ પાસે સફેદ રંગની બોલેરો ગાડીમાં આવેલા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. રાહુલના ભાઈ અને વકીલ વિજયકુમાર સંગોડે દાહોદ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, પાંચ વર્ષ પહેલાં એક માઉઝર કેસમાં રાહુલે બબલુ નામના શખ્સનું નામ આપ્યું હતું. જેની અદાવત રાખીને બબલુએ ત્રણ મહિના પહેલા પ લાખની માંગણી કરી તપાસનો ધમધમાટ તેજ કરી રાહુલને કઠિવાડાના એક વાડામાંથી છોડાવ્યો અને ત્યારબાદ તેની તલસ્પર્શી પૂછપરછ કરી ત્યારે આ આખો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, પોલીસે જ્યારે મામલો પલટાઈ ગયો હતો. રાહુલે કબૂલાત કરી હતી કે તેણે પોતાના જ ભાઈ પાસેથી પૈસા મેળવવા માટે ગુનેગારો સાથે મળીને આ કાવતં રચ્યું હતું. તેણે જ અગાઉ ધમકીભર્યા ફોન કરાવ્યા હતા જેથી અપહરણના નાટક વખતે કોઈને શંકા ન જાય. પોલીસે આ મામલે કાવતરાનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર રાહુલ સંગોડ સહિત મધ્ય પ્રદેશના કઠીવાડાના રહેવાસી અમિત બખતભાઈ બારીયા કેશવભાઈ ધનસિંગ કનેસ અને બબલુ માલજીભાઈ ગણાવાની ધરપકડ કરી હતી. પોલીસે આ ચારેય આરોપીઓને દાહોદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામની ગંભીરતાને ધ્યાને લઈ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર શખ્સોની શોધખોળ પોલીસ દ્વારા જારી રાખવામાં આવી છે. આમ પૈસાની લાલચમાં પોતાના જ પરિવાર સાથે વિશ્ર્વાસઘાત કરનાર ભાઈ અંતે જેલના સળિયા પાછળ ધકેલાયો છે.