લુણાવાડા-ગોધરા હાઈવે પર ભાયાસર પાસે રોડ ઉપર ખાડાને લઈ અકસ્માતનો ભય

મહીસાગર જીલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદને કારણે લુણાવાડા-ગોધરા હાઈવે પર ભાયાસર ગામ નજીક મોટા ખાડા પડી ગયા છે. આનાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતનું જોખમ વધ્યું છે.

સતત વરસાદને કારણે રોડનું ધોવાણ થતાં અનેક જગ્યાએ ખાડા પડ્યા છે. ખાસ કરીને પૂરપાટ ઝડપે પસાર થતા વાહનચાલકોને આગળ ખાડા હોવાની જાણ ન થતાં વાહનો અચાનક ખાડામાં પટકાઈ જાય છે.

સ્થાનિકોના મતે, આ ખાડાઓના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. તેથી, તંત્ર દ્વારા તાત્કાલિક રોડનું સમારકામ કરી ખાડાઓ પૂરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.