
પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ વેજલપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. ત્યારે બાતમી મળી હતી કે, તુફાન ગાડીમાં ગેરકાયદેસર પુરતા આધાર પુરાવા વગર સબસીડાઈઝ યુરીયા ખાતર વહન કરાઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે કાલોલ ખેતીવાડી અધિકારી સાથે રાખી તુફાન ગાડી માંથી ૧૫૨ થેલી રૂ.૪૦,૫૦૮/-નો ખાતરના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લા એસ.ઓ.જી. પોલીસ વેજલપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, તુફાન ગાડીમાં અનઅધિકૃત રીતે પુરતા આધાર પુરાવા વગર સબસીડાઈઝ નીમ કોટેડ યુરીયા ખાતરનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. બાતમીા આધારે એસ.ઓ.જી. પોલીસે કાલોલ ખેતીવાડી અધિકારીને સાથે રાખીને યુરીયા ખાતર ભરી પસાર થતી તુફાન ગાડીને રોકી હતી. તપાસ કરતા નીમ કોટેડ યુરીયા ખાતરની થેલીઓ નંગ-૧૫૨ કિંમત રૂ.૪૦,૫૦૮/-મુદ્દામાલ સાથે આરોપીઓ વિકાસ સમ બાંકડીયા (રહે. પીપલવા, ઉજડીયા ફળીયા, તા.ટાંડા, મધ્યપ્રદેશ), મુકેશ સમરૂ બાંકડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ યુરીયા ખાતરનો જથ્થો પુરો પાડનાર ઠાકોર બાપા કૃષિ સેવા મંડળ (ધનતેજ, તા. સાવલી, વડોદરા) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.