લીમડી ૧ તાલુકા પંચાયત સીટ બિનહરીફ : ભાજપનો દબદબો યથાવત

પેટઆપ અને અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા ભાજપના અશોક ભરવાડ વિજેતા, મહેશ ભૂરીયાની મધ્યસ્થતા મહત્વપૂર્ણ.

દાહોદ જીલ્લાના ગોવિંદ ગુ‚ લીમડી તાલુકાની લીમડી ૧ તાલુકા પંચાયત સીટ પર ભાજપે મજબૂત પકડ દર્શાવી છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે રાજકીય પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો હતો.

આમ આદમી પાર્ટી તથા અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા લીમડી ૧ તાલુકા પંચાયત સીટ બિનહરીફ બની ગઈ છે. જેના પરિણામે ભાજપના ઉમેદવાર અશોક ચંદુભાઈ ભરવાડ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ સમગ્ર પ્રક્રિયામાં મહેશ ભૂરીયા સહિતના આગેવાનોની મધ્યસ્થતા મહત્વપૂર્ણ રહી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

વિજયની ઘોષણા બાદ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ-નગારા અને ફટાકડા ફોડી વિજયોત્સવ ઉજવાયો હતો. ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં આ પ્રથમ બિનહરીફ સીટ બની છે, જે ભાજપ માટે મહત્વપૂર્ણ રાજકીય સિદ્ધિ માનવામાં આવી રહી છે. નવા બનેલા તાલુકામાં ભાજપે પોતાનું ખાતું ખોલ્યું હોવાનું પણ ગણાય છે. વિજેતા ઉમેદવાર અશોક ભરવાડને મહેશ ભૂરીયા તેમજ અન્ય આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.