કવાંટના આંબાડુંગરમાં પીવાના પાણી માટે લોકોને ભારે કિલ્લત

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા આંબાડુંગર ગામમાં આજેપણ પીવાના પાણી માટે મહિલાઓ તળેટીમાં આવેલી કોતરમાં પથ્થર તોડી ખાદા ખોદી પાણી ભરવા મજબુર છે. જયારે નર્મદા નદીથી માત્ર બે-ત્રણ કિ.મી.દુર ગામ આવેલ હોવા છતાં બે બેડાં પાણી માટે મુશ્કેલી પડી રહી છે.

આંબાડુંગર ગામમાં અંદાજે ૩ થી ૪ હજારની વસ્તીમાં પાંચ મુખ્ય ફળિયા આવેલા છે. છતાં ગામમાં પીવાના પાણીની સમસ્યા વર્ષોથી યથાવત રહી છે. મહિલાઓ ડુંગરની તળેટીમાં આવેલી કોતરોમાં પથ્થરો તોડી ખાડા બનાવી પીવાના પાણીની જ‚રિયાત પુરી પાડી રહી છે. પાણી માટે રોજ ૪ થી ૫ વખત લાંબો રસ્તો કાપીને મહિલાઓને જવુ પડતુ હોવા હાલાકી પડી રહી છે. જયારે નલ સે જલ યોજના માત્ર કાગળ પર રહી છે. મહિલાઓ ખાડામાંથી પાણી ભરી પશુઓને પીવડાવી રહી છે. બોર અને હેન્ડપંપના પાણીના સ્તર નીચે જતાં સ્થિતિ વધુ ગંભીર બની છે. હાલ એક ફળિયામાં મરામત કામ શ‚ કર્યુ છે. પાણીની ટાંકી ઉંચાઈ પર હોવાથી પાણી ચઢાવવામાં સમસ્યા પડી રહી છે. અધિકારી દ્વારા ડાયરેકટ જોડાણ કરી બાકીનુ કામ ૫ુ‚ કરી ગામમાં પાણી પહોંચે તેવી કાર્યવાહી હાથ ધરી છે.