નસવાડી તાલુકાના કાટકુવા ગામનો યુવાન ઈકો ગાડી લઈને તણખલાથી કામ પતાવીને ધરે જઈ રહ્યો હતો. ત્યારે નસવાડી તાલુકાના ખોખરા ગામ પાસે કપચી ભરીને આવતી ટ્રકના ડ્રાઈવરે ઈકો ગાડી સામે સામસામે ભટકાતા ઈકો ગાડીનો ચાલક અલ્પેશભાઈ કમલેશભાઈ (રહે.કાટકુવા)નુ ધટના સ્થળે મોત નીપજયું હતુ. જયારે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. લોકટોળાએ ડ્રાઈવરને પકડવા માટે પીછો પણ કર્યો હતો. પરંતુ ટ્રક ડ્રાઈવર ભાગવામાં સફળ રહ્યો હતો. જયારે ઈકો ગાડીના ચાલકનુ પી.એમ.માટે નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. જયારે અજાણ્યા ટ્રક ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.