કાલોલ પાસે દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે પર ઓવરબ્રિજ પર ચાલુ કારનુ ટાયર ફાટતા ખાબકી

દેશના સોૈથી આધુનિક ગણાતા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે પર સર્જાતા અકસ્માતોને કારણે ધીમે ધીમે કાળમુખો સાબિત થઈ રહ્યો છે. ત્યારે દિલ્હી-મુંબઈ કોરિડોર પરથી એક પરિવાર પોતાની કારમાં બેસી પસાર થઈ રહ્યો હતો. ત્યારે કાલોલ પાસેના ઓવરબ્રિજ પર કારનુ ટાયર ધડાકાભેર ફાટયુ હતુ. ટાયર ફાટવાના કારણે ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. અને બેકાબુ બનેલી કાર હાઈવેની રેલિંગ સાથે અથડાઈને ઓવરબ્રિજ પરથી નીચે પટકાઈ હતી. કાર નીચે પટકાવાવાનો અવાજ આવતા આસપાસના ખેતરોમાં કામ કરતા લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ કાર ઉપરથી નીચે પટકાતા કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. કારની અંદર ફસાયેલા પરિવારના પાંચ સભ્યોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવા માટે ખસેડાયા હતા. આ પરિવાર કયાંનો છે અને કયાં જતો હતો તેની કોઈ માહિતી મળેલ નથી. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યા હતો.