
બાલાસિનોર તાલુકાના જનોડ પાટિયા નજીક સર્જાયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં બાઇકચાલકનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. ઘટનાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શ કરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, બાઇકચાલક પોતાના કામસર પસાર થઈ રહ્યો હતો ત્યારે જનોડ પાટિયા નજીક વેગનઆર કારના ચાલકે બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે વાહન હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થાનિક લોકોની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) તેમજ મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી અકસ્માતના ચોક્કસ સંજોગો, પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ હાથ ધરી છે. જનોડ પાટિયા નજીક સર્જાયેલા આ જીવલેણ અકસ્માતે માર્ગ સલામતી અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો દ્વારા આ વિસ્તારમાં વાહનોની અતિઝડપ પર નિયંત્રણ લાવવા તેમજ માર્ગ સુરક્ષાના અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે.