હાલોલ રામેશરા પ્રા.શાળામાં ધો.-૬ ની વિદ્યાર્થીની સુઈ ગઈ હોવાથી થોડા સમય માટે વર્ગખંડમાં બંધ રહી

હાલોલ તાલુકાના રામેશરા ગામની પ્રા.શાળામાં ગતરોજ ધો.-૬ ની વિદ્યાર્થીની થાકેલી હોવાથી સુઈ જતાં શાળાનો સમય પુરો થતાં વર્ગખંડમાં જ રહી ગઈ હતી.

રામેશરા ગામની પ્રાથમિક શાળાની ધો.-૬ ની વિદ્યાર્થીની થાકેલી હોવાથી તે વર્ગખંડમાં જ સુઇ ગઈ હતી. તે સમયે શાળાનો સમય પુર્ણ થતાં તમામ બાળકો વર્ગખંડમાંથી ધરે જવા નીકળ્યા બાદ શિક્ષક દ્વારા વર્ગખંડને તાળુ મારી શાળાનો સ્ટાફ પણ ધરે જવા નીકળી ગયો હતો. તેમ શાળાના આચાર્યએ જણાવ્યુ હતુ. શાળા સમય પુર્ણ થવાના થોડા સમયમાં વિદ્યાર્થીની ધરે ન પહોંચતા પરિવારજનોએ શાળા ખાતે સંપર્ક કરતા શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ તેના પરિવારજનો દ્વારા વિદ્યાર્થીનીની શોધખોળ હાથ ધરી હતી. એકવાર તમામ વર્ગખંડોનુ ચેકિંગ કર્યુ હતુ જેમાં વિદ્યાર્થીની તેના જ વર્ગખંડમાં મળી આવેલ તેમ શાળાના આચાર્ય દ્વારા જણાવ્યુ હતુ.