
હાલોલ તાલુકાના શિવરાજપુરા ગામનો યુવક એક તરફી પ્રેમમાં પાગલહોય યુવકે પાવાગઢ જંગલમાં ગળે ફાંસો ખાઈ આપધાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે આપધાત પહેલા ૧૧૨ નંબર ફોન કરી જાણ કતા પોલીસે આપધાત કરતો રોકવા પ્રયાસ કર્યો હતો. પોલીસ પહો:ચે તે પહેલા યુવકે પાતળી દોરી વડે ગળે ફાંસો ખાવા જતાં દોરી તુટી જતા નીચે પટકાતા ઈજાઓ પહોંચતા પોલીસ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
હાલોલ તાલુકાના શિવરાજપુર ગામે રહેતા સુનિલ રાઠવા નામનો યુવક ગામની યુવતિના એક તરફી પ્રેમમાં પાગલ હોય યુવતિએ પ્રેમનો અસ્વિકાર કર્યો હોય જેથી સુનિલ રાઠવા પાવાગઢ જંગલમાં આપધાત કરવા જતો હોય અને તે પહેલા પ્રેમમાં પાગલ યુવકે ૧૧૨ નંબર ઉપર ફોન કરી આત્મહત્યા કરવા જતો હોવાની જાણ કરી હતી. પોલીસે યુવકને આપધાત કરતો રોકવા યુકિત વાપરી હતી. પરંતુ પોલીસ પહોંચે તે પહેલા ેસુનિલ રાઠવાએ પાતળી દોરીથી ફાંસો લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને ગળે ફાંસો ખાવા ઉપયોગમાં લીધેલ દોરી તુટી જતાં યુવક જમીન પર પટકાયો હતો. જેથી શરીરે ઈજાઓ પહોંચી હતી. પોલીસ સ્થળ ઉપર પહોંચીને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.