હાલોલ ચદ્રાપુરા પોલીસર પ્લાસ્ટીક કં૫નીમાં કામ કરતી ૨૨ વર્ષીય મહિલા પડી જતાં સારવાર દરમિયાન મોત

હાલોલના ચંદ્રાપુરા પાસે રહેતી ૨૨ વર્ષીય મહિલા પોલીસર પ્લાસ્ટીક કં૫નીમાં કામ કરતી હોય દરમિયાન પડી જવાથી માથા અને ગર્દનના ભાગે ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.

હાલોલ ચંદ્રાપુરા ખાતે રહેતા મીરાદેવી શ્યામસુંદર યાદવ ઉ.વ.૨૨ (મૂળ રહે. વોર્ડ નં.૨ સખુલા મરીયાહી, મેધપુરા, બિહાર) હાલોલ પોલીસર પ્લાસ્ટીક કંપનીમાં કામ કરતા હોય અને કં૫નીમાં કામ કરતી વખતે કંપનીમાં પડી જવાથી માથાના ભાગે અને ગર્દનના ભાગે ઈજાઓ પહોંચેલ હોય ઈજાગ્રસ્ત મીરાદેવ યાદવને હાલોલમાં પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડતા દવા સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.