ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાના ભત્રીજાએ ઘરમાં ખેલ્યો લોહિયાળ જંગ; લગ્નના બે જ મહિનામાં દંપતીનો કરુણ અંત

શહેરના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગ્લોઝ રોડ પર આવેલ એનઆરઆઇ ટાવરમાં મોડી રાત્રે એક ભયાનક ઘટના બની છે. સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વ‚પ ધારણ કરતા એક ક્લાસ-૧ અધિકારી બે મહિના પહેલા લગ્નગ્રંથિથી જોડાયેલી પોતાની પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદૃ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, ભાવનગરના વતની અને ગુજરાત કોંગ્રેસના દિૃગ્ગજ નેતાના ભત્રીજા અને ક્લાસ-૧ અધિકારી યશરાજિંસહ ગોહિલ પત્ની રાજેશ્ર્વરીબા ગોહિલ સાથે એનઆરઆઇ ટાવરમાં રહેતા હતા. આ દૃંપતીના લગ્ન હજુ માત્ર બે મહિના પહેલા જ થયા હતા. ગત મોડી રાત્રે દૃંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો વધ્યો કે આવેશમાં આવીને યશરાજિંસહે પોતાની પાસે રહેલા લાયસન્સવાળા હથિયારથી પત્ની રાજેશ્ર્વરીબા પર ફાયિંરગ કર્યું હતું. ગોળી વાગતા જ રાજેશ્ર્વરીબા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.

પત્ની પર ગોળી ચલાવ્યા બાદૃ ગભરાયેલા યશરાજિંસહે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ૧૦૮ના તબીબોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા રાજેશ્ર્વરીબાને મૃત જાહેર કર્યા હતા. જેવી ૧૦૮ની ટીમ ઘરની બહાર નીકળી, કે તરત જ યશરાજિંસહે તે જ હથિયાર વડે પોતાના માથે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાની જાણ થતા જ ડીસીપી ઝોન-૧, વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક એનઆરઆઇ ટાવર ખાતે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી લીધું છે અને એનઆરઆઇ ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત બંદૃોબસ્ત ગોઠવી દૃેવાયો છે. અત્યારે રહીશો સિવાય અન્ય કોઈને અંદૃર પ્રવેશ આપવામાં આવી રહૃાો નથી.

હાલ પોલીસે બંને મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. નવા પરણેલા દૃંપતીના આવા કરુણ અંતથી પરિવારજનો અને સ્નેહીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.