
ગુજરાતમાં આ વર્ષે શિયાળો અપેક્ષા કરતાં ઘણો હળવો રહૃાો છે. ખાસ કરીને ડિસેમ્બર ૨૦૨૫માં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડીનો અભાવ જોવા મળ્યો હતો.હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા બે વર્ષથી નવેમ્બર-ડિસેમ્બરમાં કોઈ ઠંડીનું મોજું આવ્યું નથી, જે અસામાન્ય છે.
શહેર તાપમાન
નલિયા ૧૦.૪ સે
ગાંધીનગર ૧૫.૩ સે
અમરેલી ૧૨.૭ સે
કંડલા ૧૫.૫ સે
ડીસા ૧૩ સે
દૃીવ ૧૫.૭સે
રાજકોટ ૧૨.૩સે
સુરત ૧૬.૮સે
પોરબંદૃર ૧૪.૮સે
અમદૃાવાદૃ ૧૭ સે આ આંકડા દૃર્શાવે છે કે રાજ્યમાં ઠંડી મધ્યમ સ્તરની છે, પરંતુ તે ગત વર્ષની તુલનામાં નોંધપાત્ર રીતે ઊંચી છે. ડિસેમ્બર ૨૦૨૪માં ૩૧ દિૃવસમાંથી ૨૨ વખત પારો ૧૦ સ્ોથી નીચે ગયો હતો, જ્યારે આ વર્ષે માત્ર ૪ વખત. ગત વર્ષે સૌથી નીચું ૪.૨સે નોંધાયું હતું, આ વખતે સૌથી નીચું ૮.૮ સ્ો રહૃાું.ડિસેમ્બર ૨૦૨૪માં ૧૪ સ્ોથી નીચે ૧૪ દિૃવસ રહૃાું, આ વર્ષે માત્ર ૪ વખત. સૌથી નીચું તાપમાન પણ ઓછું નોંધાયું.આ વર્ષે ડિસેમ્બરમાં ભર શિયાળે ગરમ અને ઉકળાટભર્યા દિૃવસોની સંખ્યા વધુ જોવા મળી છે.
હિમાલયમાં પશ્ર્ચિમી વિક્ષેપ આ વખતે મજબૂત સર્જાયા નથી. સામાન્ય રીતે આ વિક્ષેપો ભારે હિમવર્ષા કરાવે છે અને ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદૃાની વિસ્તારો તેમજ ગુજરાત સુધી પહોંચે છે.અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાન માં ઘટાડો અટકી ગયો છે.વૈશ્ર્વિક સ્તરે અલ નિનોની અસરને કારણે શિયાળો સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં હુંફાળો રહૃાો છે.
ઉત્તરપશ્ર્ચિમ ભારત (રાજસ્થાન, દિૃલ્હી, પંજાબ વગેરે) અને બિહારમાં આગામી પાંચ દિૃવસ સુધી સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે. પિલાની (રાજસ્થાન) દૃેશનું સૌથી ઠંડું શહેર રહૃાું હતું, જ્યારે દિૃલ્હીના આયાનગરમાં પારો ૨.૯ સ્ો સુધી ગગડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિૃલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિૃવસ ઠંડીમાંથી રાહત નહીં મળે. ઘણા મેદૃાની વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહૃાું છે.
આઇએમડીની તાજી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ૨ દિૃવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદૃ ૨૪થી ૨૭ જાન્યુઆરી દૃરમિયાન પશ્ર્ચિમી વિક્ષેપના પ્રભાવથી તાપમાનમાં ૪-૬ સ્ોનો ઘટાડો થઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં ૧૦ સ્ોથી નીચે જવાની શક્યતા છે. ૨૩ જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની શક્યતા છે.