ગોધરા તાલુકાના દયાળ ગામ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને ગફલતભરી રીતે દોડતી એક ફોર વ્હિલર કાર રોડની સાઈડમાં આવેલ દિવાલ સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર એક ૨૨ વર્ષિય યુવતીનુ સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જયારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દયાળ ગામે આવેલ ભારત પેટ્રોલપંપ પાસે રાજસ્થાન પાર્સિંગની એક ફોર વ્હિલ ગાડીના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી કાર પરનો કાબુ ગુમાવતા ગાડી પેટ્રોલપંપની ફરતે આવેલ દિવાસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં કવિતાબેન જેપભાઈ પાટીદારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત નીપજયું હતુ. જયારે વિપીનભાઈ દેવજીભાઈ પાટીદારને બંને પગના ઢીંચણથી નીચેના ભાગે અને રિતીકાબેન મણીલાલ પાટીદારને જમણા હાથે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધટના અંગે મૃતક કવિતાબેનના ભાઈ દિપકભાઈ જેપભાઈ પાટીદારે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.