
બોડેલીની નવી નગરીમાં સ્માર્ટ વીજ મીટર ફિટ કરવા આવતા રહિશોનો ઉગ્ર વિરોધ લોકોના આક્રોશ વચ્ચે કર્મચારીઓને કામગીરી અધુરી છોડી પરત ફરવુ પડ્યુ હતુ.
બોડેલીના એસ.ટી.ડેપો સામે નવી નગરી વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર ફિટ કરવાની કામગીરી શ કરવા પહોંચેલા કર્મચારીઓનો સ્થાનિક રહિશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. સ્માર્ટ મીટર લગાવવાની વાતની જાણ થતાં જ મહિલાઓ અને પુષો મોટી સંખ્યામાં સ્થળ પર ભેગા થઈ મીટરનો વિરોધ કર્યો હતો. રહિશોએ સ્મ્ાર્ટ મીટર અંગે અનેક સવાલો ઉઠાવતા કહ્યુ હતુ કે, મીટર લગાડતા પહેલા લોકોને પુરતી માહિતી આપી નથી. બિલમાં વધારો થવાની આશંકા અને અન્ય ટેક્નિકલ પ્રશ્ર્નોના સંતોષકારક જવાબો મળ્યા વિના સ્માર્ટ મીટર સ્વિકારાશે નહિ તેવી સ્૫ષ્ટ રજુઆત કરી હતી. વિરોધ વધતા વીજ કં૫નીના કર્મચારીઓએ સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રહિશો પોતાની માંગ પર અડગ રહેતા કોઈપણ પ્રકારનો વિવાદ ટાળવા કામગીરી સ્થગિત કરી સ્થળ પરથી વીજ કર્મચારીઓને પરત ફરવુ પડ્યુ હતુ.