ગોધરાના ગાંધી આશ્રમ ખાતે ‘વરદાન ટ્રસ્ટ’ અને ‘Eagle Group’ દ્વારા ચેરિટી અને મનોરંજન કાર્યક્રમ યોજાયો.

વરદાન એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને Eagle Group ના સંયુક્ત ઉપક્રમે ગોધરાના ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે  ચેરિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં  મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન ભોઈ, Eagle Group ના નેશનલ લીડર  ચાપનેરિયા મેહુલ રાજેશભાઈ અને ગુજરાત લીડર  પ્રદીપસિંહ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  

કાર્યક્રમ દરમિયાન આશ્રમના  બાળકોને લંચ બોક્સ, વોટર બોટલ અને સ્ટેશનરી આઈટમ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાઓની આ સુંદર પ્રવૃત્તિથી પ્રેરિત થઈને કાર્યક્રમની મધ્યમાં જ સભ્યોએ ગાંધી આશ્રમ માટે સ્થળ પર જ વિશેષ યોગદાન આપ્યું હતું, જેમાં શ્રી સચિનભાઈ પાઠક તરફથી આશ્રમ માટે ‘ફર્સ્ટ એડ કીટ’ (First Aid Kit) આપવામાં આવી હતી અને શ્રી પ્રકાશભાઈ રાણા દ્વારા બાળકો માટે ‘નાસ્તા સુવિધા’ પૂરી પાડવામાં આવી હતી.  

ત્યારબાદ, બાળકોના મનોરંજન માટે ગોધરાના કરાઓકે ગ્રુપ દ્વારા ગીતોની શાનદાર પ્રસ્તુતિ કરાઈ હતી. સાથે જ બિપિન બારીઆ (ઉર્ફે ચંપકચાચા) અને  શૈલેષકુમાર ભોઈ (ઉર્ફે જેઠાલાલ) દ્વારા રજૂ કરાયેલા હાસ્યસભર લઘુ નાટકે બાળકો અને ઉપસ્થિત સૌ કોઈને ભારે મનોરંજન પૂરું પાડ્યું હતું, જેને બધાએ ભારે ઉત્સાહથી માણ્યો હતો.