
દાહોદની બે ચીલઝડપનો ભેદ ઉકેલાયો:/
મ.પ્ર થી એક આરોપી ઝડપાયો, ત્રણ હિસ્ટ્રીશીટર જેલમાં છ મહિનાની તપાસ સફળ; બેંક બહાર વોચ ગોઠવી ચીલઝડપ કરતી
દાહોદ શહેરમાં ડિસેમ્બર-૨૦૨૫ અને ફેબ્રુઆરી-૨૦૨૯ દરમિયાન બનેલી રૂપિયા ભરેલી થેલીની બે ચીલઝડપની ઘટના નો આખરે દાહોદ પોલીસે સફળ ભેદ ઉકેલી કાઢ્યો છે. છ મહિનાની સતત તપાસ બાદ મધ્યપ્રદેશ ના અનુપપુરથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હાલ મધ્યપ્રદેશના દેવાસ ખાતેની સેન્ટ્રલ જેલમાં બંધ હોવાનું સામે આવ્યું છે. હવે તેમની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, ડિસેમ્બર -૨૦૨૫માં દાહોદ શહેરના નગરપાલિકા ચોક ખાતે બેંકમાંથી રૂપિયા અઢી લાખ ઉપાડી એક્ટિવા પર જઈ રહેલા વ્યક્તિ પર બહારગામથી આવેલા ગઠિયાઓએ પહેલેથી જ નજર રાખી હતી. તક મળતા જ બાઈક પર આવેલા ત્રણ શખ્ખો રૂપિયા ભરેલી થેલીની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ શહેરના કેમેરા અને ઝઝુફમાં કેદ થઈ ગયા હતા.
યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૬માં શહેરના સ્ટેશન રોડ ચાર થાંભલા નજીક શેરડી ના રસના સ્ટોલ પર રસ પીવા રોકાયેલા નિવૃત્ત કર્મચારીની એક્ટિવાની ડિક્કીમાંથી રૂપિયા બે લાખની થેલી બે બાઈક સવાર ગઠિયાઓ નજર ચૂકવી લઈ ફરાર થઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ બેંકમાંથી નીકળ્યા ત્યારથી જ પીડિતનો પીછો શરૂ કર્યો હતો
પોલીસની જનજાગૃતિ માટે અપીલ દાહોદ પોલીસે નાગરિકો ને અપીલ કરી છે કે બેંકમાંથી મોટી રકમા ઉપાડયા બાદ રસ્તામાં કોઈપણ સ્થળે અનાવશ્યક રોકાણ ન કરવું, આવા ગઠિયાઓ બેંકની બહાર જ વોચ ગોઠવી ગ્રાહકોનો પીછો કરે છે અને તક મળતાં ચીલ ઝડપ અથવા ચોરીને અંજામ આપે છે. દાહોદમાં બનેલી બંને ઘટનાઓમાં પીડિતો રસ્તામાં રોકાતા આરોપીઓને ગુનો આચરવાની તક મળી હતી. તેથી બેંકમાંથી રોકડ રકમ લઈને સીધા પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવું અને સાવચેતી રાખવી જરૂરી હોવાનું પોલીસેજણાવ્યું છે. યોગ્ય તક મળતા ઘટનાને અંજામ આપ્યો હતો.આ બંને બનાવોનેગંભીરતાથી લઈ દાહોદ પોલીસની વિવિધ ટીમોએ છેલ્લા છ મહિનાથી સતત તપાસ હાથ ધરી હતી. ઝઝુફ ફૂટેજ, નેત્રમાં કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો રેલો મધ્ય પ્રદેશના અનુપપુર સુધી પહોંચ્યો હતો. ત્યાં ચાર દિવસ સુધી રોકાણ કરીને પોલીસે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. અને અનુપપુરના રહેવાસી ચંદનસિંહ ગેહલોતને ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન અન્ય ત્રણ સાગરિતો ના નામ પણ સામે આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ એ મધ્યપ્રદેશ, દેવાસ, ઝાંસી સહિતના વિસ્તારોમાં પણ આ જ પ્રકારના ગુનાઓ આચર્યા છે અને કુલ પાંચ જેટલા ગુનાઓ માં તેઓ વોન્ટેડ છે. હાલ ત્રણેય આરોપી ઓ દેવાસ સેન્ટ્રલ જેલમાં બંધ હોવાથી તેમની સામે ટ્રાન્સફર વોરંટની કાર્યવાહી આવશે કરી તપાસ કરવામાં આવશે