
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તરફ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી ને તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ૨૯૦ પેટી દારૂ સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી લીસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ LCB ટીમે ટ્રકની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૨૯૦ પેટીઓ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂનો આ જથ્થો અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી
ટ્રક સહિત કુલ ૭૮,૨૯,૮૬૦ (રૂપિયા ૭૮.૨૯ લાખથી વધુ ને મુદામાલ સ્થળ પરથી કબ્જે કર્યો છે.આ ગેરકાયદેસર હેરાફેરી ના મામલે પોલીસે ઘટના સ્થળેથી એક આરોપીની અટકાયત કરી લીધી છે. જ્યારે આ નેટવર્ક પાછળ સંડોવાયેલા અન્ય ફરાર શખ્સોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદ પોલીસ દ્વારા પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ સપ્લાય કરવાનો હતો તે દિશામાં આગળની સઘન તપાસ હાથ ધરી છે. ગુનો નોંધીને, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઈ જવામાં આવવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે