ફતેપુરા તાલુકાની ઢઢેલા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટદાર સામે

ખાનગી માલિકીના શૌચાલયને સામૂહિક શૌચાલય બતાવી ઉચાપત કર્યાના ગંભીર આક્ષેપ સાથે ટીડીઓ લેખિત રજૂઆત

જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઢઢેલા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મોટીબારા ગામે સરકારી શાળાની બાજુમાં અરવિંદ પુના સેલોત નામના વ્યક્તિ નું મકાન આવેલું છે આ વ્યક્તિએ પોતાના ઉપયોગ માટે પોતાના ઘરે પોતાનું શૌચાલયઅને બાથરૂમ બનાવ્યું હતું. અને આ શૌચાલય અને બાથરૂમનો તેઓ ઉપયોગ કરતા હતા.હવે આ મૂળ મકાન માલિક અરવિંદપુના સેલોત અને તેમના પત્ની અને પુત્ર નું અવસાન થઈ ચૂક્યું છે. અને તેમના આ મકાનની સંપૂર્ણ જવાબદારી તેમની દીકરી નીતા સંભાળે છે.આજથી પાંચેક દિવસ અગાઉ ઢંઢેલા ગ્રામ પંચાયતના તલાટી વિનોદ મનસુખ દામા અને વહીવટદાર હાર્દિક રમણ પારગી ને મળતીયાઓ આ મકાનના પાછળના ભાગે આવેલા શૌચાલય એટલે કે મકાન માલિકના ખાનગી શૌચાલયના ફોટોગ્રાફ લે છે. અને સરકારની વેબસાઈટ માં અપલોડ કરે છે અને આ ખાનગી માલિકીનું શૌચાલય- બાથરૂમ એટલે કે શૌચાલય સરકારી સામૂહિક શૌચાલય છે તારીખ ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત વાઉચર નંબર ઠફહ્યુઝ/૨૦૨૬-૨૭/ ६।२। એજન્સીના નામે ચૂકવવામાં આવે છે જેમાં પ્રથમ બિલ પારગી રાજુ તાજુના ફળિયામાં સામૂહિક |શૌચાલયનું કામ તેના રૂપિયા ?૩,૫૦,૦૨૫ નું બિલ હસમુખલાલ શંકરલાલ કલાલની

 તેમજ બીજું કામ  રણછોડ તાજુ પારગીના ઘર તરફ જતા રસ્તા ઉપર સિસિ રોડ નું કામ જેના? ૧,૭૧,૦૦૦ અને ત્રીજું કામ મોટીબારા ગામે શૌચાલય નું કામ રૂપિયા ૬૦૦૨૫ એરીતના ત્રણ કામ નચુકવણી ઓર્ડર કરીને આ રૂપિયા ઉપાડી લેવામાં આવે છે જે હસમુખલાલ શંકરલાલ કલાલ નામની એજન્સી ને ચૂકવવામાં આવે છે.

આ સમગ્ર બાબતની જાણ મોટી બારા ગામના ગ્રામજનોને થતા ગ્રામજનોદ્વારા આ બાબતે તપાસ કરવામાં આવતા મોટી બારા ગામે સામુહિક શૌચાલયના કામમાંજે શોચાલય દર્શાવવામાં આવેલું છે તે ખાનગી શોચાલય નીતાબેન દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે છે ત્યારે તેઓને જાણ થાય હોવાનું જણાય આવે છે જેના પગલે આ ખાનગી શૌચાલયના માલિક છેકે પાંચેકદિવસ અગાઉ ઢઢેલા ગ્રામ પંચાયતના તલાટી વિનોદ મનસુખ દામા અને વહીવટદાર હાર્દિક રમણ પારગી તેમજ મળતીયાઓએ તેમના મકાનના પાછળના ભાગે આવેલ સંડાસ બાથરૂમના ફોટા લઈને આ સ્થળ પર ઉભા રહીને જ આ સંડાસ બાથરૂમના ફોટા અપલોડ કરેલ છે.

આ બાબતે તેઓએ ઢઢેલા ગ્રામ પંચાયતના તલાટી વિનોદ મનસુખ દામનો અને વહીવટદાર પારગી હાર્દિક રમણ નો સંપર્ક કરતા તેઓ જણાવ્યું હતું કે અમને ફતેપુરા તાલુકાવિકાસ અધિકારી ગોસ્વામી સાહેબે સુચના આપી હતી તેનું પાલન અમે કર્યું છે તમારે જે કંઈ પૂછવું હોય તે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ગોસ્વામી સાહેબને પૂછો અને આ બાબતે ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના એસ.ઓ કુણાલ પ્રજાપતિને પૂછો તેઓએ ફોટોગ્રાફસ જોઈને અને સ્થળ ચકાસણી કરીને જ આ બિલ મંજૂર કર્યા છે ત્યારે હવે આ બાબતે અરજદારને કોઈ જ સંતોષકારક જવાબ ન મળતા અરજદારે તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે લેખિત રજૂઆત કરવા પહોંચા હતા ત્યારે ફતેપુરા તાલુકા પંચાયત કચેરી ખાતે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને બાંધકામ શાખાના એસો હાજર ન હોવાથી તેઓએ એ ટીડીઓને આ બાબતે રજૂઆત કરી છે. રજૂઆત કર્યા બાદ અરજદારે જણાવ્યું છે કે સોમવાર સુધી આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ આ બાબતે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે રજૂઆત કરશે

અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને એસો દ્વારા ખરેખર સ્થળ કે ફનેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી કે પછી હોતા હે ચલતા હૈ ની નીતિ અપનાવીને ભ્રષ્ટાચારમાં ભાગીદાર થયેલ છે? અને જે ફતેપુરા તાલુકા વિકાસ  અધિકારી  અને એસો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હોય તો બંધ મકાનના ફોટા કઈ રીતે લેવાયા? શું મકાન માલિકને આ બાબતે પૂછવામાં આવ્યું હતું ખરું? આ તમામ બાબતોએ યોગ્ય તપાસ થાય તે ખાનગી શૌચાલયનો ફોટો સામૂહિક શૌચાલય તરીકે અપલોડ કરી તે પેટે રૂપિયા ૬૦,૦00 ની કરેલ ઉચાપત બાબતે દૂધ કા દૂધ અને પાનીકા પાની થઈ રહેશે!!!