દાહોદના એક મકાન માંથી ૧.૭૪ લાખનો ગાંજો ઝડપાયો

દાહોદ શહેરના ગોધરા રોડ, હજારીયા ફળિયામાં એસઓજી પોલીસનું સફળ ઓપરેશન આ મામલે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે નાર્કોટિક્સનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

દાહોદ એસ.ઓ.જી પોલીસે શહેરના ગોધરા રોડ હજારીયા ફળિયામાં સફળતા પૂર્વક પાર પાડેલા ઓપરેશનમાં એક મકાનમાં રેઈડ પાડી ઘર ધણીને રૂપિયા ૧,૭૭,૫૦૦/- ની કિંમતના ૩ કિલો ૫૫૦ ગ્રામ કુલ વજનના પ્રતિબંધિત એવા વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકા ગાંજાના જથ્થા સાથે પકડી પાડી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

દાહોદ જીલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી પ્રતિબંધિત એવા માદક પીણાં તેમજ માદક પદાર્થોના રવાડે ચઢેલ યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઈ પોતાની તથા પોતાના પરિવારની બરબાદી નોતરી રહ્યું છે. જેથી આ બાબતને ખૂબ જ ગંભીરતા પૂર્વક ધ્યાને લઈ પ્રતિબંધિત માદક પીણા તથા માદક પદાર્થની હેરાફેરી તેમજ વેચાણ પર પ્રયત્નશીલ રહી છે. તેવા સમયે દાહોદ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણાને ખાનગી બાતમીદાર દ્વારા ઈનપુટ મળ્યા હતા કે, દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના દાહોદ શહેરના ગોધરા રોડ રાબડાળ હજારીયા ફળિયામાં રહેતા દિનેશભાઈ હુમલાભાઈ મંડોડીયાએ પોતાના કબજા ભોગવટાના મકાનમાં પ્રતિબંધિત એવા વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકા ગાંજાનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખેલ છે. જેથી ઉપરોક્ત બાતમીને આધારે વર્કઆઉટ કરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે. રાણાએ પંચો સાથે એસ.ઓ.જી. પી.એસ.આઈ. એ સી.યુ. જોશી, એએસઆઈ જયેશકુમાર શાંતિલાલ, સોમાભાઈ, હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ મથુરભાઈ, હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ મિઠલુભાઈ, હેડ કોન્સ્ટેબલ દિવાનભાઈ જામસીંગભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ ભીખુભાઈ, હેડ, હેડ કોન્સ્ટેબલ દિનુભાઈ ધી‚ભાઈ, હેડ પાંગળાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ પરથીભાઈ, રાકેશભાઈ વસનાભાઈ, રાજેન્દ્રભાઈ મનસુખભાઈ હેમંતકુમાર અમૃતભાઈ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ મનીષાબેન નરભે રામભાઈ વગેરેને સાથે લઈ વાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા ઘર માંથી મળી આવેલ વન વનસ્પતિજન્ય માદક પદાર્થનું બાતમી હકીકતવાળો ઈસમ દિનેશભાઈ હુમલાભાઈ મંડોડીયા ઘરે હાજર મળી આવ્યો હતો. જેથી પોલીસે તેને સાથે રાખી તેના ઘરની ઝડતી કરતા ઘર માંથી વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તેની ચકાસણી માટે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી આવતા તેનું સકારાત્મક પ્રમાણપત્ર એફએસએલ અધિકારી દ્વારા આપવામાં આવતા એસઓજી પોલીસે ‚પિયા ૧,૭૭,૫૦૦/-ની કુલ કિંમત નો ૩ કિલો ૫૫૦ ગ્રામ કુલ વજન નો પ્રતિબંધિત એવો વનસ્પતિ જન્ય માદક પદાર્થ સૂકા ગાંજાનો જથ્થો પકડી પાડી સાથે સાથે ‚પિયા ૨૦૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન મળી ‚પિયા ૧,૭૯,૫૦૦/-નો મુદ્દામાલ ઘરધણી દિનેશભાઈ હુમલાભાઈ મંડોડીયાની ધોરણસર ધરપકડ કરી તેની વિ‚દ્ધ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ સંદર્ભે દાહોદ ટાઉન એડિવિઝન પોલીસે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી), (બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છ