દોલતપોરડા ગામે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય આરોગ્ય શિબિર યોજાઈ

૮૦ ગ્રામજનોની ટીબી સ્ક્રીનિંગ સાથે વિવિધ આરોગ્ય તપાસ હાથ ધરાઈ.

મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના પાંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તાબા હેઠળ આવેલા કમ્બોપા સબ સેન્ટર દ્વારા દોલતપોરડા ગામની પ્રાથમિક શાળામાં ટીબી મુક્ત ભારત ૧૦૦ દિવસીય અભિયાન અંતર્ગત નિશ્ચય આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ગ્રામજનોને ટીબીની વહેલી તકે ઓળખ થાય અને સમયસર સારવાર મળી રહે તે હેતુથી આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યક્રમ મહીસાગર જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલીયા, જીલ્લા એપિડેમિક અધિકારી ડો. એસ.સી. ઢાકા, જીલ્લા મેલેરિયા અધિકારી ડો. અલ્પેશ ચૌધરી તેમજ જીલ્લા ક્ષય અધિકારી ડો. ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડો. દીપક વાટલીયાના સંકલન હેઠળ પાંડવા પીએચસીના મેડિકલ ઓફિસર ડો. રેખા ગોસ્વામી, એમ.પી.એચ.ડબલ્યુ. દિનેશભાઈ તથા એફ.એચ.ડબલ્યુ. જીજ્ઞાસાબેન સહિતની આરોગ્ય ટીમે કામગીરી સંભાળી હતી.શિબિરમાં કુલ ૮૦ ગ્રામજનોનું ડિજીટલ પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હાઇટ, વેઇટ, બ્લડ પ્રેશર, રેન્ડમ બ્લડ સુગર, હિમોગ્લોબિન (ઇંઇ) અને ઇખઈં સહિતની બિનચેપી રોગોની (ગઈઉ) આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના લક્ષણો, બચાવના ઉપાયો અને સમયસર સારવાર અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ શિબિરને સફળ બનાવવા પાંડવા પીએચસીના સ્ટાફ, દોલતપોરડા ગામના સરપંચ મનોજભાઈ પટેલ, પ્રાથમિક શાળાના શિક્ષકો તથા ગ્રામજનોએ સક્રિય સહયોગ આપ્યો હતો. આરોગ્ય વિભાગના આ જનહિતલક્ષી પ્રયાસને ગ્રામજનો દ્વારા પણ આવકાર મળ્યો હતો.