ધર્મ આરાધનાની જાગૃતિ અર્થે ધર્મદાસગણ પરિષદના પદાધિકારીઓનું દાહોદમાં આગમનઃ શ્રાવક-શ્રાવિકાઓનું સન્માન કરાયું

દાહોદ, ધર્મદાસ ગણ પરિષદના પદાધિકારીઓ દ્વારા ગણના વિવિધ સંઘોમાં ધર્મ આરાધના પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક -વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ ના ભાગરૂપે ગણ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ભણસાલી, મંત્રી શૈલેષભાઈ પીપાડા, ડુંગર ઝોનના પ્રભારી પ્રવિણ રુનવાલ તેમજ વરિષ્ઠ સદસ્ય અમૃત કોઠારીનું દાહોદ શ્રી સંઘમાં આગમન થયું હતું.આ અવસરે દાહોદના હનુમાન બજાર સ્થાનક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપવાસ કરનારા તેમજ વર્ષ દરમિયાન ૧૫૦૦ સામાયિક કરનારા ઉત્કૃષ્ટ આરાધક શ્રાવક-શ્રાવિકાઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ગણ પરિષદના અધ્યક્ષ દ્વારા ઉપસ્થિત તમામ શ્રાવક-શ્રાવિકાઓને ધર્મઆરાધનાના માર્ગે આગળ વધવા અને જીવનમાં ધાર્મિક ક્રિયાઓનું મહત્વ વધારવા માટે પ્રેરણાત્મક ઉદ્બોધન પૂરુંપાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જૈન સમાજ ના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.