
દાહોદ જીલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓને રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ધાનપુર તાલુકાના માંડવ કાલીયાવાડ રોડ કિ.મી. ૦/૦ ટુ ૨/૬૦૦ રસ્તા પર ડીપ રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.
વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થતા લોકોને અગવડતા ન પડે તે માટે દાહોદ જીલ્લામાં અસર પામેલ માર્ગોની પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.