ધી સંત તાલુકા ટીચર્સ કો.ઓ.સોસાયટીની ૨૮મી વાર્ષીક સાધારણ સભા યોજાઈ

ધી સંત તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી સંતરામપુર જી મહીસાગર ની ૬૮ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન શાંતિલાલ સહાનીના અધ્યક્ષ સ્થાને મળી કોરમ થવાથી સભાનું કામકાજ ચાલુ કર્યું. સભાની શ‚આત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ એજન્ડા મુજબ કાર્યવાહી ચાલુ થતાં ગત સભાનું પ્રોસિડિંગ વંચાણે લેતા સર્વનામતે મંજૂર કરવામાં આવ્યું અને ૨૦૨૫ ૨૬ નું તારીજ સરવૈયા મંજુર કરવામાં આવ્યા હાજર સભાસદો એ વ્યવસ્થાપક કમિટી દ્વારા ભલામણ કરેલ નફાની વહેંચણી ને બહાલી આપવામાં આવી ચાલુ સાલે મંડળી દ્વારા ૩ કરોડ ૫૧ લાખ જેવો માતબર રકમનો નફો કરેલ છે, જે પ્રશંસનીય છે. ચર્ચામાં ભાગ લેતા સંતરામપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપભાઈ સંગાડા, કડાણાના પ્રમુખ માલાભાઈ ડામોર, મહામંત્રી હરેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ લબાના, મનસુખભાઈ ભાભોર, મોરવા તાલુકા માંથી હસમુખભાઈ ડામોર વગેરે મહાનુભવો એ મંડળીની કામગીરીની પ્રશંસા કરી જ‚રી પ્રેરણા અને પ્રોત્સાહન તેમજ સલાહ અને માર્ગદર્શન પણ આપ્યા. ફતેપુરા તાલુકા માંથી સુરેશભાઈ પંચાલ દ્વારા પોતાની આગવી શૈલીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ માર્ગદર્શન પૂ‚ં પાડ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનસુખભાઈ ભાભોર દ્વારા કરવામાં આવ્યું. આભાર વિધિ પ્રતાપભાઈ સંગાડા દ્વારા કરવામાં આવી છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડ્યા. ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આજની વાર્ષિક સાધારણ સભા પૂર્ણ થઈ. આજની સભામાં સભાસદ વીમા સહાય ‚પિયા ૧.૫ લાખથી વધારી ૨.૫૧ લાખ કરવામાં આવી.