સંતરામપુરના ભાણા સીમલ ગામે નમી ગયેલો વીજપોલ બ બન્યો ‘અકસ્માત ઝોન’: MGVCL ની ઘોર બેદરકારી સામે ખેડૂતોમાં ભારે રોષ

ચોમાસાની ભયાનક સિઝનમાં ચાલુ વીજલાઈન વચ્ચે ખેડૂતોના શિરે મંડરાતું મોતનું જોખમ.

સરમી ફળિયાના ખેતરોમાં આખો પરિવાર કામ કરવા મજબૂર; તંત્ર કોઈ મોટા હોનારતની રાહ જુએ છે?

સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે આવેલ સરમી ફળિયાના ખેતરોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (ખૠટઈક)ની ગંભીર અને ગુનાહિત બેદરકારી સામે આવી છે. ગામના ખેતર વિસ્તારમાંથી પસાર થતી ચાલુ વીજ લાઈનનો એક વીજપોલ (ઝવફળબહજ્ઞ) ખતરનાક રીતે નમી ગયો છે, જે કોઈ પણ ક્ષણે ધરાશાયી થઈને મોટી હોનારત સર્જે તેવી સ્થિતિમાં છે. આ નમી ગયેલો વીજપોલ હાલ સમગ્ર વિસ્તાર માટે ‘અકસ્માત ઝોન’ બની ગયો છે.

હાલ ચોમાસાની સિઝન પૂરજોશમાં ચાલી રહી હોવાથી ખેડૂતો રાત-દિવસ ખેતરમાં વાવણી અને ખેતીકામમાં વ્યસ્ત છે. સરમી ફળિયાના ખેતરોમાં દરેક જગ્યાએથી જીવંત (ચાલુ) વીજ જોડાણો પસાર થાય છે. મોટાભાગના ખેડૂતો પોતાના નાના બાળકો અને આખા પરિવાર સાથે દિવસભર ખેતરોમાં જ મજૂરી અને કામ કરતા હોય છે. ચોમાસામાં ભીની જમીન અને કરંટના ભય વચ્ચે આ નમી પડેલો વીજપોલ ગમે ત્યારે જમીનદોસ્ત થઈને ખેડૂતો કે પશુઓના જીવ લઈ શકે તેમ છે.

સ્થાનિક ખેડૂતોમાં ખૠટઈકની આ બેદરકાર નીતિ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે વીજ કંપનીના જવાબદાર અધિકારીઓ કોઈ મોટી હોનારત કે જાનહાનિ થાય તેની વાટ જોઈને બેઠા હોય તેમ લાગી રહ્યું છે.

ખેડૂતોની ઉગ્ર માંગણી… જો વીજ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા વીજપોલને સરખો કરવામાં નહીં આવે અથવા નવો પોલ ઊભો કરીને ચાલુ વીજ લાઈનનું સુરક્ષિત રિપેરિંગ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કોઈ પણ દુર્ઘટના બનશે તો તેની તમામ નૈતિક અને કાનૂની જવાબદારી મધ્ય ગુજરાત વીજ કંપની (ખૠટઈક) ના સ્થાનિક તંત્ર અને અધિકારીઓની રહેશે. ખેડૂતોએ જનહિતમાં આ બાબતે ત્વરિત પગલાં ભરવા કડક અપીલ કરી છે.