
ફતેપુરા, દાહોદ: ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા હોળીચકલાથી હીરાપુર વાળાના ઘર સુધી સહભંડોળ અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી કુલ ₹7.50 લાખના ખર્ચે બનાવવામાં આવેલ RCC રોડ માત્ર 15 દિવસમાં જ ખખડધજ બની જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કોંક્રિટ ઉખડી જતાં રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ આક્ષેપ કર્યો છે કે રોડના બાંધકામમાં ગુણવત્તાવિહોણી સામગ્રીનો ઉપયોગ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
ગ્રામજનોએ TDO, R&B અને DDO દ્વારા તાત્કાલિક તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ રોડનું સરકારી ધારા-ધોરણ મુજબ પુનઃબાંધકામ કરવાની માંગ કરી છે. સાથે જ ખરાબ કામ માટે કોન્ટ્રાક્ટર અથવા સંબંધિત એજન્સીને ચૂકવણી ન કરવા પણ માંગ ઉઠી છે.
ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો R&B કચેરી અને કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ટોપ લાઇન: ₹7.50 લાખનો RCC રોડ 15 દિવસમાં જ તૂટી પડ્યો, ફતેપુરામાં તપાસ અને કાર્યવાહી માટે ગ્રામજનોનો ઉગ્ર અવાજ.