દે.બારીયાના જુના બારીયા વળાંકમાં વેગેનાર ફોરવીલ ગાડી બાઈક સાથે ધડાકાભેર અથડાતા બાઈક ચાલકનું મોત

ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

દેવગઢ બારીયા નગરમાં સાંજના સુમારે જુના બારીયા હાઈસ્કૂલના વળાંકમાં રોડ પર યમદૂત બની માતેલા સાંઢની જેમ પૂર વેગે દોડી આવતી સફેદ કલરની સુઝુકી કંપની વેગેનાર ફોરવીલ ગાડી સામેથી આવતી એચએફ ડીલક્ષ મોટરસાયકલ સાથે ધડાકાભેર ૩ અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજ્યાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર એક ફોરવીલ ગાડીનો ચાલક ગઈકાલ સાંજના સવા છ વાગ્યાના સુમારે તેના કબજાની સફેદ કલરની જીજે.૨૦.એક્યુ.૭૫૨૩નંબરની સુઝુકી કંપનીની વેગેનાર ફોરવીલ ગાડી પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી જુના બારીયા હાઈ સ્કૂલના વળાંક માં રોડ પર સામેથી આવતી જૂના બારિયા ગામના મનોજકુમાર ઉર્ફે મનુ ચંદુભાઈ બારીયાની જીજે.૨૦.બીએ.૮૬૦૬ નંબરનું એચએફ ડીલક્ષ મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક મનોજકુમાર ઉર્ફે મનુ બારીયાને શરીરે નાની મોટી સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે વેગેનાર ફોરવીલ ગાડીનો ચાલક તેના કબજાની વેગેનાર ફોરવીલ ગાડી લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ દેવગઢબારિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર મનોજકુમાર ઉર્ફે મનુ બારીયાની લાશનો કબજો પંચો ‚બ‚ લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને દેવગઢબારિયા સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે મરણ જનાર મનોજકુમાર ઉર્ફે મનુ ચંદુભાઈ બારીયાની પતી હંસાબેન મનોજકુમાર ઉર્ફે મનુ બારીયાએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સફેદ કલરની સુઝુકી કંપનીની વેગેનાર ફોરવીલ ગાડીના ચાલક વિ‚દ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.