-દાહોદ બ્લોકની કઠલા મુખ્ય પ્રાથમિક શાળા રીડિંગ ક્લબનું ઉદ્ઘાટન તથા પુસ્તક મિત્ર દિવસની ઉજવણી.
દાહોદ બ્લોકની કઠલા મુખ્ય પ્રાથમિક શાળામાં પિરામલ ફાઉન્ડેશનના ગાંધી ફેલો રિચાની પહેલ હેઠળ રીડિંગ ક્લબનું ઉદ્ધાટન તથા ‘પુસ્તક મિત્ર દિવસ’ ની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમને મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વિચનની એદત વિકસાવવી, પુસ્તકોનું મહત્વ સમજાવવું તથા શાળાની લાઈબ્રેરીનો અસરકારક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના આચાય, ઝઈઝ, પંચાયતના પ્રતિનિધિઓ તથા શાળાના તમામ શિક્ષકગણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પુસ્તકોના મહત્વ, નિયમિત વાંચનના લાભો અને શાળાની લાઈબ્રેરીના અસરકારક ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ રસપ્રદ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાંચન સત્ર, આર્ટ એન્ડ ક્રાફટ પ્રવૃત્તિઓ તથા કિવઝ સ્પર્ધાનો સમાવેશ થયો. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા, વાંચન કૌશલ્ય અને જ્ઞાનનું સુંદર પ્રદર્શન કર્યું.